અમેરિકાએ ભારતને મોકલેલી રેમડેસિવિરની 1,25,000 શીશીઓ સોમવારે દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. આ કારણે રેમડેસિવિરની તંગીનો સામનો કરવામાં થોડી મદદ મળશે. આ તરફ કોરોના વાયરસના સંકટ વચ્ચે ઓક્સિજન પૂરો પાડવા ભારતીય વાયુસેનાએ પોતાની તમામ શક્તિ કામે લગાડી છે.આ તરફ ભારતીય વાયુસેનાના સી-17 એરક્રાફ્ટે 4 ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર જર્મનીથી એરલિફ્ટ કરીને હિંડન એરબેઝ પર પહોંચાડ્યા હતા. તે સિવાય 450 ઓક્સિજન સિલિન્ડર પણ બ્રિટનથી એરલિફ્ટ કરીને ચેન્નાઈ એરબેઝ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાએ આ અંગેની જાણકારી આપી હતી. કોરોના સંકટ વચ્ચે ભારતીય નૌસેનાના જહાજોને પણ વિદેશથી ઓક્સિજન ટેન્કર લાવવા સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવ્યા છે. ગલ્ફ અને સાઉથ ઈસ્ટ એશિયન દેશોના ભારે ક્ષમતાવાળા જહાજોને આવા અભિયાન માટે તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે. આગામી 4 મેના રોજ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વર્ચ્યુઅલ સમિટ યોજાવાની છે. આ સમિટ પહેલા બ્રિટને ભારતને વધુ 1,000 વેન્ટિલેટર મોકલવાનો નિર્ણય લીધો છે.
Related Articles
15 વર્ષ જૂના અનફિટ વાહનો ભંગારવાડામાં મોકલી અપાશે
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી(NARENDRAMODI)એ આજે શુક્રવારે એક મહત્વની જાહેરાત કરી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં એક વીડિયો કોન્ફોરન્સને સંબોધતા તેમણે કહ્યું હતું કે, 15 વર્ષ જૂના વાહનોમાટેની નવી સ્ક્રેપ પોલીસી ઓક્ટોબર મહિનાથી લાગુ થઇ જશે. તેમણે સ્ક્રેપ(SCRAP) પોલીસીની માહિતી આપતા જણાવ્યું હતું કે, જે વાહનચાલક તેમના જૂના વાહનો ભંગારમાં આપશે તેમને એક સર્ટિફિકેટ આપવામાં આવશે. […]
પહેલી મેથી ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકોનું રસીકરણ
પહેલી મેથી ૧૮ વર્ષથી વધુ વયના તમામ લોકો કોવિડ-૧૯ સામેની રસી મૂકાવવા માટે લાયક ગણાશે એમ કેન્દ્ર સરકારે જણાવ્યું છે જ્યારે તેણે તેનું રસીકરણ અભિયાન ઉદાર બનાવ્યું છે જેમાં તમામ રાજ્યો, ખાનગી હોસ્પિટલો અને ઔદ્યોગિક સંસ્થાઓ રસીઓના ડોઝ તેમના ઉત્પાદકો પાસેથી સીધા ખરીદી શકશે. આવતા મહિને શરૂ થઇ રહેલા રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કા હેઠળ રસી […]
બારામુલામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતી સેના, એક ઠાર
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં એક આતંકવાદીને ઠાર થયો હતો અને ત્રણ સૈનિકો ઘાયલ થયા હતા. એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું. શંકાસ્પદ હિલચાલ જોયા બાદ શનિવારે સેનાએ ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી પર ઘુસણખોરી વિરોધી કાર્યવાહી શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉરીમાં એલઓસીની બીજી […]