તાલીબાને કાબૂલની નજીકનું એક વ્યુહાત્મક પ્રાંતીય પાટનગર કબજે કર્યું છે અને અફઘાનિસ્તાનના ત્રીજા ક્રમના સૌથી મોટા શહેરની સંરક્ષણ હરોળ તોડી છે, જે સાથે અમેરિકાના લશ્કરી મિશનનો અહીં અંત આવે તેનાથોડા સપ્તાહો પહેલા જ દેશની મુશ્કેલીગ્રસ્ત સરકારનું શાસન વધુ સંકોચાયું છે. ગઝનીને કબજે કરીને તાલીબાનોએ અફઘાન રાજધાનીને દેશના દક્ષિણી પ્રાંતો સાથે જોડતો મહત્વનો ધોરીમાર્ગ કાપી નાખ્યો છે, જે દક્ષિણીપ્રાંતો પણ તાલીબાનોના હુમલાઓનો ભોગ બની રહ્યા છે. દરમ્યાન, હેરાત શહેર પરનો હુમલો ગુરુવારે રાત્રે પણ ચાલુ જ હતો, અને આ શહેર જો તાલીબાનના કબજામાં આવી જાય તો લગભગ આખું પશ્ચિમઅફઘાનિસ્તાન તાલીબાનના કબજા હેઠળ આવી જાય તેમ છે. દેશની રાજધાની કાબૂલ હજી સીધા હુમલા હેઠળ નથી પરંતુ ગઝનીના ગુમાવવાથી તથા અન્ય સ્થળોની લડાઇઓથી મક્કમ તાલીબાનની દેશ પરની પકડ વધુમજબૂત બની છે અને અંદાજે બે-તૃતિયાંશ અફઘાનિસ્તાન પર હવે તાલીબાનોનો કબજો છે. હજારો લોકો તાલીબાનોનું દમનકારી શાસન ફરીથી આવશે એવા ભયથી પોતાના ઘર છોડીને ભાગી ગયા છે.
કતારમાં ચાલતીમંત્રણાઓ થંભી ગઇ છે, જો કે રાજદ્વારીઓ આજે પણ મળ્યા હતા પણ મંત્રણાઓમાં પ્રગતિ થઇ ન હતી. તાલીબાનોની આ આગેકૂચ ઘણાને આશ્ચર્યજનક લાગે છે નવેસરથી એ પ્રશ્નો ઉઠયા છે કે અમેરિકા દ્વારા અફઘાનદળોને તાલીમ અને રિકન્સ્ટ્રકશન માટે ખર્ચવામાં આવેલા ૮૩૦ અબજી ડોલર ક્યાં ગયા? ખાસ કરીને તાલીબાન લડાકુઓ અમેરિકામાં બનેલી હમ્વી જીપો અને પિકઅપ ટ્રકોમાં જ ફરી રહ્યા છે ત્યારે આ પ્રશ્નો ખાસ ઉઠીરહ્યા છે.