સુરત જિલ્લામાં જરૂરિયાતમંદોને આવાસોનું લોકાર્પણ

રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સુરત ખાતે આયોજિત ‘૭મી ઓગસ્ટ-વિકાસ દિવસ’ સમારોહમાં બી.એલ.સી યોજના અંતર્ગત સાકાર થયેલા કામરેજ, ઓલપાડ, ચોર્યાસી તથાપલસાણા તાલુકાના રૂા.૩૮.૧૧ કરોડના ખર્ચે બનેલા ૯૬૮ આવાસોનું લોકાર્પણ અને કામરેજ, ઓલપાડ તથા પલસાણા તાલુકાના રૂા.ર૬.૧૩ કરોડના ખર્ચે સાકાર થનારા ૭૪૦ આવાસોનું ખાતમુહૂર્ત કરાયું હતું. આઉપરાંત, ભારતમાં સૌપ્રથમવાર ‘આત્મનિર્ભર ભારત’ અન્વયે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષમાં ભાડૂઆતોને ભાડાનાં મકાનો, ઓલપાડ ખાતે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના શ્રમિક કૌશલ્ય પ્રમાણિતતા કેન્દ્રમાં ૧વર્કશોપ તથા ૩ થિયરી રૂમોનું મેયરશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સંજીવકુમાર ઓડિટોરીયમ,પાલ ખાતે યોજાયેલા વિકાસ દિવસ કાર્યક્રમમાં મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ જણાવ્યું હતું કે,સુરત શહેર માત્ર વિકાસમાં જ અવ્વલ નથી, પરંતુ કુદરતી આપત્તિ ઓનો અને કોરોના જેવી મહામારીનો મક્કમતાથી સામનો કરવામાં પણ અવ્વલ રહ્યું છે. કોરોનાને હરાવવામાં સુરતીઓ સફળ રહ્યા છે એ મોટી સંખ્યામાંકોવિડ દર્દીઓ સ્વસ્થ થયા છે એ જોઈને પ્રતિત થાય છે. વિકાસની ગતિને સુરત અને સુરતવાસીઓએ વેગવંતી બનાવી છે, ત્યારે રાજ્ય સરકારના ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’ના મંત્રને ચરિતાર્થ કરવામાં સુરત મનપા અનેસુડા હંમેશા પ્રયત્નશીલ રહેશે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

રાજ્ય સરકારના સહયોગથી પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ વિકાસને પ્રાધાન્ય તેમજ પ્રાચીન વિરાસતની જાળવણી કરીને સુરતે વિકાસયાત્રાને વધુ તેજબનાવી છે એમ તેમણે વધુમાં કહ્યું હતું.મ્યુ. કમિશનર અને સુડાના ચેરમેનશ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ઘરવિહોણા શ્રમિકો માટે દેશભરમાંથી એક માત્ર સુરત મનપાએ અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ યોજના બનાવીનેસામાન્યજનની કાળજી લીધી છે. તેમના આરોગ્ય અને આજીવિકાની પણ વ્યવસ્થા કરી છે. કેન્દ્ર સરકાર એક માત્ર સુરતને ઇનોવેશન ગ્રાન્ટ આપવાનું વિચારી રહી છે એ આપણા માટે ગર્વની વાત છે એમ જણાવતાં તેમણેઘરના ઘરમાં ગૃહપ્રવેશ આવાસોના લાભાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.આ પ્રસંગે લોકાર્પિત આવાસોના લાભાર્થીઓને મેયરશ્રી તથા મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિકાત્મક ચાવી તથાસેંકશનઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઓલપાડ તાલુકાનાં NFSA નાં લાભાર્થીઓને અનાજ વિતરણ પણ કરાયું હતું. આ પ્રસંગે સૌએ મહાત્મા મંદિર-ગાંધીનગરથી રાજ્ય કક્ષાના ‘વિકાસ દિવસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણનિહાળ્યું હતું.

નોંધનીય છે કે, રાજ્ય સરકારે વિકાસ દિવસે રાજ્યભરમાં વિવિધ જિલ્લાઓમાં એક સાથે રૂ.૫૩૦૦ કરોડના આવાસો, શિક્ષણ સંસ્થાઓ, એસ.ટી.બસ સ્ટેશનો, પાણી યોજનાઓ સહિતના વિકાસકામોની ભેટઆપી હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, ડે.મેયરશ્રી દિનેશભાઈ જોધાણી,સુડાના મુખ્ય કારોબારી અધિકારીશ્રી પી.એન.શાહ, સ્થાયી સમિતિના ચેરમેનશ્રી પરેશ પટેલ, સહિત આવાસના લાભાર્થીઓ, મનપાઅને સુરત શહેરી વિકાસ સત્તામંડળના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *