સૌરાષ્ટ્ર ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા અન્ય રાજ્યોથી આવતા ગ્રાહકોની સુવિધા માટે અને છેતરપિંડી રોકવા માટે સુરત રેલ્વે સ્ટેશન નજીક ડોરીવાલા સ્કવેરમાં સુરતની પ્રખ્યાત 100 મેન્યુફેક્ચરિંગ કંપનીઓનેએકત્રિત કરી 1 તારીખથી વેપારનો શુભારંભ કરવામાં આવશે પ્રમુખ દિપક ભાઇ શેટાએ જણાવ્યું હતું કે સુરતની સાડી અને ડ્રેસ મટીરિયલ્સ દેશ-દુનિયામા પ્રખ્યાત છે. દેશના તમામ રાજ્યોમાંથી વેપારીઓ સાડી અને ડ્રેસમટીરિયલ્સની ખરીદી માટે સુરત આવતા હોય છે. કોઇકવાર રેલવે સ્ટેશન પર ઉતર્યા બાદ તેમને સસ્તી સાડીઓ અને ડ્રેસ અપાવવાના બહાને કેટલાક ચીટર્સ અન્ય રાજ્યોના વેપારીઓને અમુક માર્કેટમા લઇ જઇ જતાહતાં. જ્યાં દુકાન ધરાવનારા વેપારીઓ પણ ચીટર હોય છે અને બ્રાન્ડેડ સાડી તેમજ ડ્રેસ મટીરિયલ્સ બતાવ્યા પછી સસ્તુ કાપડ મોકલી આપતા હતા.
આ રીતની છેતરપિંડી છેલ્લા બે વર્ષથી વધતા સુરતના બ્રાન્ડેડ વેપારીઓ પરેશાન છે. માત્ર આ જ નહીં પરંતુ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર પણ યુ ટયુબ પર સુરતમાં સસ્તી સાડીઓ અને ડ્રેસ ના નામે વેપારીઓને લાલચ આપી તેમની પાસે રૂપિયા લઇ ખરાબ કાપડ મોકલી આપે છે. જેથી સુરતના કાપડ ઉદ્યોગનું નામ બદનામ થઇ રહ્યુ છે. આ ગંભીર મુદ્દે સુરતના વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી ડોરીવાલા સ્કેવરમાં 100 પ્રખ્યાત બ્રાન્ડોના આઉટલેટ શરૂ કરાયા છે. જેમાં અન્ય સુરત અને અન્ય વેપારીઓ સરળતાથી ખરીદી કરી શકશે તે ઉપરાંત સુરતના કાપડ માર્કેટ અને બ્રાન્ડેડ યુનિટ થી સારી રાતે વાકેફ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સસ્તી સાડીઓના નામે ચિટિંગ થઇ રહ્યું છે. ખાસ કરીને કેટલાક લોકો યુ ટ્યુબ પર બોગસ વીડિયો અપલોડ કરીને આ પ્રકારે ચિટિંગ કરી રહ્યાં છે.
સુરતમાં આશરે 200 જેટલી સાડી અને ડ્રેસ મટિરિયલ્સની દુકાનો આવેલી છે અને આ દુકાનોમાં હજારો લોકો જથ્થાબંધ કાપડનો વેપાર કરે છે. આ કાપડના વેપારીઓ પૈકી કેટલાંક વેપારીઓ અન્ય રાજ્યોમાંથી આવતા વેપારીઓ સાથે સસ્તા કપડાનાના નામે ઠગાઇ કરી રહ્યાં છે અને જેના કારણે સુરતનું નામ પણ બદનામ થઇ રહ્યું છે. આવી સ્થિતિમાં આ પ્રકારની પહેલ વેપારીઓ માટે અને સુરતની પ્રતિષ્ઠા માટે ખૂબ જ કારગર સાબિત થઇ શકે તેમ છે. આ પ્રકારે રેલવે સ્ટેશનની સામે જ દુકાન હોવાથી રેલવે સ્ટેશન પર ઉતરીને વેપારી સીધો જ ખરીદી માટે જઇ શકે છે અને બ્રાન્ડેટ કંપનીના માલિકોના જ આ રિટેઇલ આઉટલેટ હોવાથી તેને અન્ય કોઇ પણ પ્રકારની ઠગાઇની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતની સાડી
સમગ્ર દુનિયામાં પ્રખ્યાત છે અને તેના કારણે દેશ અને દુનિયામાંથી હજારો વેપારીઓ સાડીની ખરીદી માટે સુરત આવતા હોય છે પરંતુ કેટલાંક વેપારીઓને સુરતનો કડવો અનુભવ પણ થાય છે આ પ્રકારની ઘટના
બહારથી આવતા વેપારીઓ સાથે નહીં બને તે માટેના આ પ્રયાસને ચારે તરફથી આવકાર મળી રહ્યો છે.