પાલનપુર ગામના મોહંમદ સહેબુબ સામે બળાત્કારનો ગુનો

શહેરના રાંદેર વિસ્તારમાં નિર્માણાધિન બિલ્ડીંગમાં રહેતા અને ત્યાં જ કામ કરતા શ્રમજીવીની 14 વર્ષની દિકરીની સાથે ત્યાં જ કામ કરતા યુવકે પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના પિતાએ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે બેને ઝડપી પાડી વધારે તપાસ હાથ ધરી છે. રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલનપુર ગામમાં ભક્તિધામ સોસાયટીની બાજુમાં હાલ નવી બિલ્ડીંગ નિર્ણાણાધિન છે. ત્યાં કામ કરતા શ્રમિકો બિલ્ડીંગના કેમ્પસમાં જ રહે છે. નિર્માણાધિન બિલ્ડીંગમાં મોહમદ સેહબુબ મોહમદ જમીલ અને અંજાર જમસીર શેખ (બન્ને રહે. ભક્તિધામ સોસાયટી પાસે નવી બંધાતી બિલ્ડીંગમાં પાલનપુર ગામ) મજૂરી કામ કરી ત્યાં જ વસવાટ કરે છે. મોહમદ સેહબૂબે ત્યાં કામ કરતા આધેડની 14 વર્ષીય દિકરીને પ્રેમજાળમાં ફસાવી હતી.

સગીરાના પિતા કામ ઉપર હોય ત્યારે મોહમદ સહેબૂબ તેના ઘરે જતો હતો. અને લગ્નની લાલચ આપતો હતો. સગીરા તેની પ્રેમજાળમાં ફસાતા થોડા દિવસ અગાઉ રાંદેર ઝૈન હોસ્પિટલની બાજુમાં આવેલા લાઇફ સ્ટાઇલ નામની નિર્માણાધિન બિલ્ડીંગની સાઈટ ઉપર લઈ ગયો હતો. જ્યાં સગીરાના મરજી વિરુધ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ આ અંગે તેના માતા-પિતાને જાણ કરી હતી. ગઈકાલે સગીરાના માતા-પિતાએ મોહમ્મદ સેહબૂબ અને તેને બાઈક ઉપર લઈ જનાર અંજાર જમસીર શેખની સામે રાંદેર પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સાથે જ સગીરાની નવી સિવિલમાં મેડિકલ તપાસ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *