ઉપરવાસમાં વરસાદ થતાં ઉકાઇ ડેમમાં 17000 ક્યુસેક પાણીની આવક

સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સતત છેતરી રહ્યો છે. જયારે ઉકાઇ ડેમ(UKAIDAM)ના ઉપરવાસમાં વરસાદ દેમાર ઝીંકાઇ રહ્યો છે. ઉકાઇ ડેમના તંત્રવાહકોએ જણાવ્યું હતું કે ઉકાઇ ડેમના ઉપરવાસમાં વિતેલા ચોવીસ કલાકમાં અલગ અલગ ગેજ સ્ટેશન ઉપર ભારે વરસાદ પડ્યો છે. જેમાં ટેસ્કામાં અઢી ઇંચ, લખપુરીમાં ચાર એમએમ, ચીખલધરામાં અઢી ઇંચ, ગોપાલખેડામાં દસ એમએમ, દેડતલાઇમાં બે ઇંચ, બુરહાનપુરમાં દોઢ ઇંચ, યારલીમાં અગિયાર એમએમ, હથનૂરમાં 14 એમએમ તેમજ ગીરના ડેમમાં એક ઇંચ સહિત ગીધાડેમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે. ઉકાઇ ડેમમાં ઉપરવાસમાંથી 14 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે. જેના પગલે ડેમની સપાટી 325,74 ફુટ નોંધાઇ છે. હથનૂર ડેમની સપાટી 209.38 મીટર તેમજ હથનુર(HATHNUR)થી ડિસ્ચાર્જ 41 હજાર કયુસેકસ હતો, જે સાંજે ઘટીને 28 હજાર થયો છે. સુરત શહેર સહિત સમસ્ત દક્ષિણ ગુજરાતભરમાં વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ માત્ર છબછબિયા કરાવ્યા છે. વિતેલા ચોવીસ કલાકમાં બારડોલીમાં 3 એમએમ, ચોર્યાસી તાલુકામાં 4 એમએમ, કામરેજમાં 7 એમએમ, મહુવામાં 21 એમએમ, માંડવીમાં 27 એમએમ તેમજ ઓલપાડમાં 1 અને પલસાણામાં 5 એમએમ વરસાદ નોંધાયો છે. સુરત સિટીમાં માત્ર 2 એમએમ વરસાદ જ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસથી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ ભરૂચ જિલ્લાના હાંસોટમાં સવા ત્રણ ઇંચ વરસાદ(RAIN) ખાબક્યો હતો. જ્યારે નવસારી જિલ્લાના વાંસદા અને વલસાડના ધરમપુર-ઉમરગામમાં 1-1 ઇંચ પાણી પડ્યું હતું. તો સંઘપ્રદેશમાં પણ 2 ઇંચથી વધુ વરસાદ થતાં ઠેર ઠેર પાણી પાણી થઈ ગયા હતા. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ હાંસોટ તાલુકામાં સવા ત્રણ ઇંચ અને અંકલેશ્વરમાં સવા બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. હવામાન ખાતાએ આગામી 22મી ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદની આગાહી કરતાં વહીવટી તંત્ર સાબદું બન્યું છે. ભરૂચ જિલ્લામાં આમોદ તાલુકામાં 3 મીમી, અંકલેશ્વરમાં 58 મીમી, ભરૂચ તાલુકામાં 42 મીમી, હાંસોટમાં 81 મીમી, જંબુસરમાં 2 મીમી, નેત્રંગમાં 9 મીમી, વાગરામાં 9 મીમી, વાલિયામાં 9 મીમી અને ઝઘડિયામાં 4 મીમી વરસાદ પડ્યો હતો. ડાંગ(DANG) જિલ્લામાં શુક્રવારે વરસાદ ધીમો થયો હતો. જેને કારણે જિલ્લાના 16 કોઝવેમાંથી 9 કોઝવે પરથી પાણીનો પ્રવાહ ઓસરી જતાં જનજીવન ફરીથી પૂર્વરત થયું હતું. જ્યારે શુક્રવારે અંબિકા અને ખાપરી નદીને જોડતા 6 કોઝવે પાણીમાં ગરકાવ રહ્યા હતા. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગના જણાવ્યાનુસાર ડાંગ જિલ્લામાં ગુરુવારે સાંજે 6 વાગ્યાથી શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં આહવા પંથકમાં 13 મી.મી., સુબીર પંથકમાં 13 મી.મી., સાપુતારામાં 11 મી.મી., જ્યારે સૌથી વધુ 27 મી.મી. વરસાદ વઘઇમાં નોંધાયો હતો.

નવસારી જિલ્લામાં ગુરુવારે સાંજે 6 વાગ્યેથી શુક્રવારે સાંજે 6 વાગ્યે સુધી 24 કલાકમાં વાંસદા તાલુકામાં 34 મી.મી., નવસારી તાલુકામાં 25 મી.મી., જલાલપોર તાલુકામાં 19 મી.મી., ચીખલી તાલુકામાં 16 મી.મી., ગણદેવી તાલુકામાં 14 મી.મી. અને ખેરગામ તાલુકામાં 13 મી.મી. વરસાદ નોંધાયો હતો. વલસાડ(VALSAD) જિલ્લામાં ગુરુવારે રાત્રે માત્ર ધરમપુરમાં 23 મીમી વરસાદ વરસ્યો હતો. શુક્રવારે વરસાદની ગતિ ધીમી રહેતાં માત્ર ધરમપુર અને ઉમરગામમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. બાકીના તાલુકામાં વરસાદ નહીંવત રહ્યો હતો. જ્યારે સંઘપ્રદેશ દાનહમાં શુક્રવારે બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સેલવાસ(SELVASA)માં 63.2 મી.મી. એટલે કે 2.49 ઇંચ અને ખાનવેલ વિસ્તારમાં 45.6 મી.મી. એટલે કે 1.80 ઇંચ વરસાદ પડ્યો હતો. મધુબન ડેમનું લેવલ હાલ 75.40 મીટર છે. ડેમમાં પાણીની આવક 10790 ક્યુસેક અને પાણીની જાવક 10343 ક્યુસેક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *