વાવાઝોડું તાઉ-તે બાદ દેશમાં હવે ચક્રવાત ‘યાસ’ વાવાઝોડુંનો ભય તોળાઈ રહ્યો છે. એ બુધવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારા પર ત્રાટકશે. આ પહેલાં આજથી ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજે ભુવનેશ્વર, ઓડિશાના ચાંદીપુર અને બંગાળના દિધામાં વરસાદ પડી રહ્યો છે. વાવાઝોડાને લઈને બિહાર અને ઝારખંડમાં પણ અલર્ટ જારી કરવામાં આવ્યું છે. ‘યાસ’ સોમવારની રાતથી ખતરનાક થવાનું શરૂ થઈ ગયું છે. આ અસરને કારણે આજે બંગાળમાં મેદિનીપુર, 24 પરગના અને હુગલીમાં પણ વરસાદ પડી શકે છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)એ પૂર્વ મેદિનીપુર અને દિધાના કેટલાક વિસ્તારો સોમવારે જ ખાલી કરાવી લેવામાં આવ્યા હતા.
