રાજ્યના 172 તાલુકામાં વાવણી લાયક વરસાદ

ગુજરાત પર આવેલી લો પ્રેશર સિસ્ટમની અસર હેઠળ રાજયમાં છેલ્લા 3 દિવસથી હળવાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. આજે દિવસ દરમ્યાન રાજયમાં કચ્છના અંજદારમાં 4 ઈંચ વરસાદ થયો છે. સાંજ સુધીમાં રાજયમા 152 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં ગાંધીધામમાં 3 ઈંચ , થાનગઢમાં પોણા ત્રણ ઈંચ , મેંદરડામાં પોણા ત્રણ ઈંચ, ઘોરાજીમાં અઢી ઈંચ, ગઢડામાં સવા બે ઈંચ, ઉમરપાડામાં સવા બે ઈંચ, ધંધુકામાં સવા બે ઈંચ, કડીમાં પોણા બે ઈંચ, સાણંદમાં પોણા બે ઈંચ વરસાદ થયો છે. રાજયમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય – દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ થયો છે. 28 તાલુકાઓ એવા છે કે જેમાં 1 થી 4 ઈંચ વરસાદ થયો છે. રાજયમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૧૭૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યના ૯૬ તાલુકાઓમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં આણંદ જિલ્લાના આણંદ તાલુકામાં ૧૮૩ મી.મી. એટલે કે ૭ ઈચથી વધુ વરસાદ તથા સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ૧૫૦ મી.મી. એટલે કે ૬ ઈંચ વરસાદ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ૧૨૮ મી.મી. અને સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ૧૨૪ મી.મી. એટલે કે પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે આજે તા. ૧૯/૦૬/૨૦૨૧ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન મહેસાણા તાલુકામાં ૯૬ મી.મી., ઓલપાડમાં ૯૫ મી.મી., સુરત શહેરમાં ૯૩ મી.મી., સરસ્વતી તાલુકામાં ૯૨ મી.મી., બરવાળા તાલુકામાં ૯૧ મી.મી., જલાલપોર અને નવસારી તાલુકામાં ૮૮ મી.મી., પેટલાદ તાલુકામાં ૮૪ મી.મી., દાંતા તાલુકામાં ૮૧ મી.મી., રાધનપુર તાલુકામાં ૭૯ મી.મી., નેત્રંગ તાલુકામાં ૭૬ મી.મી. મળી કુલ ૧૧ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે ધંધુકા તાલુકામાં ૬૪ મી.મી., કરજણ તાલુકામાં ૬૨ મી.મી., પાટણ તાલુકામાં ૬૧ મી.મી., ચુડા અને વાપી તાલુકામાં ૫૯ મી.મી., બેચરાજી અને ઉમરગામ તાલુકામાં ૫૮ મી.મી., જોટાણા તાલુકામાં ૫૭ મી.મી., ભુજ તાલુકામાં ૫૬ મી.મી., બોરસદ તાલુકામાં ૫૩ મી.મી., જૂનાગઢ તાલુકો અને જૂનાગઢ શહેરમાં ૫૧ મી.મી. મળી કુલ ૧૨ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના ૨૮ તાલુકાઓમાં એક થી બે ઈંચ જેટલો જયારે અન્ય ૪૭ તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *