દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે પણ વેક્સિનેશનની સમસ્યા ચિંતાનો વિષય બનેલી છે. સંખ્યાબંધ રાજ્યોમાં વેક્સિનના અભાવે રસી મૂકવાની કામગીરી ધીમી પડી ચુકી છે. આવામાં વેક્સિનને લઈને રાહુલ ગાંધીએ ફરી એક વખત કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી છે. રાહુલ ગાંધીએ પોતાના એક ટ્વિટમાં લોકોને મફત વેક્સિન માટે અવાજ ઉઠાવવાની અપીલ કરીને કહ્યુ છે કે, કોરોના સામે વેક્સિન જ સૌથી મોટુ સુરક્ષા કવચ છે. દેશના દરેક લોકોને મફત વેક્સિન મળે તે માટે અવાજ ઉઠાવવાની જરુર છે. કેન્દ્ર સરકારને જગાડવાની પણ જરુર છે. ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટ વચ્ચે કોંગ્રેસ દ્વારા મોદી સરકારને સતત ઘેરવામાં આવી રહી છે અને તેમાં પણ રાહુલ ગાંધી વેક્સિન અંગે કેન્દ્ર સરકાર સામે અવાર નવાર સવાલો કરી ચૂક્યા છે. પ્રિયંકા ગાંધી પણ પાછળ નથી. વેક્સિનના મુદ્દે પ્રિયંકા ગાંધીએ પણ સરકારને સવાલોના ઘેરામાં ઉભી કરી છે. સોમવારે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારની ઝીરો વેક્સિન પોલિસી ભારત માતાની છાતીમાં ખંજર મારવા બરાબર છે. વેક્સિનેશન અભિયાનની વાત કરવામાં આવે તો ભારતમાં અત્યાર સુધીમાં 21.85 કરોડ લોકોને કોરોનાની વેક્સિન મુકાઈ ચુકી છે. છેલ્લા 24 કલાકમાં 23 લાખ ઉપરાંત લોકોને વેક્સિન આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 17.34 કરોડ લોકોને પહેલો ડોઝ અને 4.51 કરોડ લોકોને બે ડોઝ અપાઈ ચૂક્યા છે.
Related Articles
ભારતમાં કોરોનાના અનેક કેસ વણશોધાયેલા રહે છે
ભારતમાં કોવિડ-૧૯ના દરેક નોંધાયેલા કેસની સામે ૩૦ કેસો એવા છે કે જે શોધાયા વગરના રહ્યા છે કે ચુકી જવાયા છે, એમ આઇસીએમઆરના ચોથા સેરો-સર્વેનું એક સ્વતંત્ર રોગચાળાશાસ્ત્રી ડો. ચંદ્રકાંત લહેરીયા દ્વારા કરવામાં આવેલ વિશ્લેષણ જણાવે છે. આ જાહેર આરોગ્ય નિષ્ણાતે પોતાનું વિશ્લેષણ ટ્વીટર પર મૂક્યું છે જેમાં તેમણે દર્શાવ્યું છે કે ભારતમાં કોવિડ-૧૯ના દરેક નોંધાયેલ […]
બ્રેકિંગ : સચિન તેંડુલકરને હોસ્પિટલમાં ખસેડાયો
ક્રિકેટ સમ્રાટ સચિન તેંદુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 27મી માર્ચે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું છે કે તમારી પ્રાર્થના માટે આભાર. તબીબી સલાહ અનુસાર મને હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યો છે. થોડા દિવસમાં જ હું સાજો થઇને ઘરે પરત ફરીશ તેવી મને આશા છે. તમે તમામ પણ પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત […]
પશ્વિમ બંગાળમાં ચાર જિલ્લાની 43 બેઠક પર મતદાન ચાલુ
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 43 વિધાનસભા બેઠક પર મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે. આ તબક્કામાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને એક વખત મમતાના ખાસ રહેલા મુકુલ રોયના ભાગ્યનો નિર્ણય થશે. રોય નાદિયા જિલ્લાની કૃષ્ણનગર ઉત્તર બેઠક પરથી ટીએમસીના ઉમેદવાર અભિનેતા કૌશાની મુખર્જી અને કોંગ્રેસના સિલ્વી સાહની સામે ચૂંટણી લડી રહ્યા છે.તૃણમૂલના સિનિયર […]