આવતીકાલે અમદાવાદમાં જમાલપુરમાં આવેલા પ્રસિદ્ધ જગન્નાથજી મંદિરેથી 144 મી રથયાત્રા નીકળનાર છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ આજે સીએમ વિજય રૂપાણી તથા ડે સીએમ નીતિન પટેલે ભગવાન જગન્નાથજીની આરતીમાં ભાગ લીધો હતો. આ આરીતમાં અંજલીબેન રૂપાણી પણ જોડાયા હતાં. પીએમ નરેન્દ્ર મોદીએ ભગવાન જગન્નાથજી માટે મોકલાવેલો મંગ, જાંબુ, કાકડી, દાડમ, કેરી અને સુકો મેવાના પ્રસાદ પણ અર્પણ કરવામા આવ્યો હતો. રથયાત્રાના દિને બનતી શાહી ખીચડીની સામગ્રી પણ પીએમ મોદી તરફથી મોકલાવામા આવી હતી. જે મંદિરમાં ભગવાનને અર્પણ કરાઈ હતી. મંદિર પરિસરમાં રેપિડ એકશન ફોર્સના જવાનો તૈનાત કરાયા હતાં. સીએમ રૂપાણીએ સમગ્ર રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ વખતે રાજયના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તબક્કે મંદિર પરિસરમા ભાવિક ભકત્તોનું ઘોડાપુર ઉમચી પડયું હતું.
