વડાપ્રધાન મોદી કોરોનાકાળમાં આજે નવમી વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું. પીએમ મોદીએ જણાવ્યું કે ઘાતકી કોરોનાની બીજી લહેરમાં ભારતવાસીઓની લડાઈ ચાલુ છે. વિશ્વના અન્ય દેશોની જેમ ભારત પણ મોટી પીડાથી ભીડાઈ રહ્યો છે. આપણામાંથી કેટલાય લોકોએ પોતાના પરિવારજનો પરિચિતોને ગુમાવ્યા છે. આ પરિવારો સાથે મારી પૂરી સંવેદના છે. છેલ્લા 100 વર્ષમાં આવેલી આ સૌથી મોટી મહામારી છે. આ વખતની મહામારીનો કોઈ અનુભવ હતો ના જોઈ હતી. આવી મહામારીથી લડવા માટે મોટી મુશ્કેલી પડી છે. પીએમ મોદીએ સંબધોનમાં જણાવ્યું કે કોરોનાને ભારતને ઘેરી લીધું હતું, પરંતુ આપણા વૈજ્ઞાનિકોએ એક વર્ષમાં બે રસી બનાવી અને આજે દેશમાં રસીકરણ થયું છે. લોકો વિચારતા હતા કે ભારત કેવી રીતે વેક્સિનેશન કરશે. અમે એક જ વર્ષના ગાળામાં મેકઈન ઈન્ડિયા વેક્સિન લોન્ચ કરી. હું જ્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું. કેટલાક કરોડથી વધુ લોકોને વેક્સિનના ડોઝ આપી ચૂકાયા છે. આપણે ત્યાં કહેવાય છે કે પ્રયાસોમાં સફળતા ત્યારે મળે જ્યારે આપણને પોતાના પર વિશ્વાસ હોય. અમને પૂરો વિશ્વાસ હતો કે અમારા વૈજ્ઞાનિક ખૂબજ ઓછા સમયમાં વેક્સિન બનાવવામાં સફળ થશે.
