અરૂણાચાલ પ્રદેશમાં ગલવાન ઘાટીમાં ભારત-ચીનની સેના વચ્ચે થયેલી અથડામણમાં પહેલીવાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નિવેદન આપ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિંગપિંગ જવાબદાર નેતા છે, ભારત-ચીન વચ્ચે રહેલો વિવાદ બંને દેશ શાંતિ હલ કરી શકે છે. તેમાં બહારના કોઇએ દખલ કરવાની કોઇ જરૂર નથી. શનિવારના રોજ મોસ્કોમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પુછવામાં આવેલા સવાલમાં તેમણે કહ્યું કે આ બે દેશ વચ્ચેનો વિવાદ છે, તેમાં બહારની કોઇ શક્તિનો હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. ચીનનો દાવો છે કે ક્વાડ સંગઠન રણનીતિક રીતે હિંદ મહાસાગર-પ્રશાંત મહાસાગર વિસ્તારમાં બીજિંગના પ્રભાવને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. પુતિને કહ્યું કે ભારત-ચીન સંબંધોને લઇને કેટલાક વિવાદ છે જેને લઇને હું વાકેફ છું. પાડોશી દેશો વચ્ચે ઘણા મુદ્દાને લઇને મતભેદ રહેતા હોય છે, પરંતુ ભારતના વડાપ્રધાન અને ચીનના રાષ્ટ્રપતિ ગંભીર અને જવાબદાર નેતા છે. બંને નેતા આ વિવાદને નિવેડો લાવવા સક્ષમ છે. થોડા દિવસ પહેલા ભારત, અમેરિકા, જાપન અને ઓસ્ટ્રેલિયાના ચાર દેશોના સંગઠન (ક્વાડ)ને જાહેરમાં રશિયાની ટીકા કરી હતી. જોકે, પીટીઆઇ સાથે વાતચીત કરવા પુતિને કહ્યું કે બંને દેશો વચ્ચે વિવાદ હલ કરવા માટે મોસ્કો પર નિર્ભર નથી.
