પારડીમાં કોરોનાના લાંબા સમય બાદ આ વર્ષે સાંઈ શાંગ્રીલા સોસાયટીમાં ગણેશોત્સવ ના બીજેદિવસે વનઆદિજાતિ મંત્રી રમણ પાટકરે મુલાકાત લઇ શ્રીજીના દર્શન કર્યા હતા. તેમની જોડે મહેશ ભટ્ટ પણ આવ્યા હતા. ગણપતિજીના દર્શન કર્યા બાદ મંત્રી રમણ પાટકર સોસાયટીના પ્રમુખ અમૃત પટેલ, ભદ્રેશ પટેલ, અશોક પ્રજાપતિ, પૃથ્વીસ પટેલ, અમિત દેસાઈ, ધર્મેશ મોદી તેમજ સોસાયટી બાળકો અને મહિલાઓએ પુષ્પગુચ્છ આપી મંત્રીનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે મંત્રી રમણ પાટકરે સોસાયટીમાં કોરોના ગાઇડલાઇનનું સૌએ માસ્ક પહેરેલ જોતા તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેશ મોદીએ કર્યું હતું.
