મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલી એક હોસ્પિટલ ખાતે ઓક્સિજન ટેન્ક લીક થવાને કારણે મોટી હોનારત સર્જાતા અહીંના નાસિકની હોસ્પિટલમાં 10 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. ઓક્સિજનના લિકેજને લીધે થોડા સમય માટે સપ્લાય બંધ કરવામાં આવી હતી, જે દરમિયાન દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. બુધવારે અહીં ઝાકિર હુસેન હોસ્પિટલમાં ઓક્સિજન ટાંકી લિક થઈ ગઈ હતી, ત્યારબાદ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના પરિવારે હલકી સહન કરવી પડી હતી. નાસિકમાં થયેલા આ દુ: ખદ હોનારતમાં 22 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે લીકેજ થવાને કારણે ઓક્સિજન સપ્લાય અટકી ગયો હતો, જેના કારણે વેન્ટિલેટર પર રહેલા દર્દીઓના મોત નિપજ્યાં છે. વહીવટી તંત્ર દ્વારા હવે આ ઘટના અને લિકેજ કેવી રીતે થાય તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટના બાદ સરકારે મૃતકોના પરિવાર જનોને 5 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. આ ઘટના બની ત્યારે હોસ્પિટલમાં 171 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા.ઓક્સિજન લીક થયાની ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરિસ્થિતિ અંગે રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે કહે છે કે લિકેજને કાબૂમાં લેવામાં આવ્યું છે.
