રાજ્યમાં ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારથી ધો. ૧૨ના વર્ગો, પોલીટેકનિક સંસ્થાનો અને કોલેજ ૫૦ ટકા કેપેસિટી સાથે વાલીઓની સંમતિ મેળવીને શરૂ કરી શકાશે, તેવો મુખ્યમંત્રીની અધ્યક્ષતા મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. ધોરણ 12 અને કોલેજ તથા પોલિટેક્નીકના વિદ્યાર્થીઓને પસંદગી આપવામાં આવી છે. તેઓ ઇચ્છે તો શાળા -કોલેજમાં જઇ શકશે, તે માટે વિદ્યાર્થીના વાલીનું સંમતિપત્રક પણ હોવું જરૂરી છે. આ ઉપરાંત જે વિદ્યાર્થી શાળા-કોલેજમાં જવા ન ઇચ્છે તો તેમનું ઓનલાઇન શિક્ષણ ચાલુ જ રાખવાનું રહેશે. શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. જો વાલી અને વિદ્યાર્થી ઇચ્છે તો તેઓ શાળાએ જઇ શકશે. આ નિર્ણય માત્ર ધોરણ 12ના વિદ્યાર્થીઓ પર જ લાગુ પડશે. શાળામાં અન્ય કોઇ પણ ક્લાસ ચલાવી શકાશે નહી. માત્ર ધોરણ 12, કોલેજ, પોલિટેકનિક સંસ્થાઓને જ આ નિર્ણય લાગુ રહેશે.
Related Articles
મરોલીના બ્રેઇન ડેડ યુવાનનું હાર્ટ 92 મિનિટમાં મુંબઇ પહોંચાડાયું
ડોનેટ લાઇફ દ્વારા વધુ એક યુવાનના અંગદાનોને મુંબઇ અને અમદાવાદમાં દાખલ વ્યક્તિઓના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોની મદદ અને પોલીસના ગ્રીન કોરીડોરથી માત્ર 92 મિનિટમાં જ મરોલીમાં રહેતા જૈન સમાજના અગ્રણીના હૃદયને મુંબઇમાં રહેતા યુવકને ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. જ્યારે બંને કિડની અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. મરોલીના રેલવે સ્ટેશનની સામે રહેતા દિનેશ મોહનલાલ છાજેડ […]
અનાથાશ્રમના બાળકોને હવાઇ સફર કરાવતા સુરતના હીરા ઉદ્યોગપતિ
ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના શાનદાર દેખાવને બિરદાવવા માટે સુરતની સ્થાનિક એરલાઇન્સ કંપનીઓના માલિકોએ કતારગામ અનાથ આશ્રમમાં રહેતા અને શિક્ષણ તથા રમત-ગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર આઠ બાળકોને પસંદ કરી પોતાના નવા નવ સિટર એરક્રાફટમાં સુરત દર્શનની ટુર કરાવી હતી. સુરતના આકાશમાં વીસ મિનિટ સુધી બાળકોને ફેરવી જીવનની પ્રથમ હવાઇ યાત્રાનો સુખદ અનુભવ કરાવ્યો હતો. […]
પાદરાના નવાપુરા મિત્ર મંડળે તૈયાર કર્યો વૃંદાવનનો સેટ
પાદરાના નવાપુરા સ્વામિનારાયણ મંદિર સ્થિત નવાપુરા મિત્ર મંડળે ગણેશોત્સવ દરમિયાન વૃંદાવનમાં કૃષ્ણ સ્વરૂપે ગણપતિનો સુંદર સેટ તૈયાર કર્યો છે. પાદરાનું આ મંડળ અભિનંદનને પાત્ર છે.(નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)