ગ્રાન્ટ ઇન એઇડ ખાનગી યુનિ.ના પ્રશ્નો માટે એનએસયુઆઇ મેદાનમાં

છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ આજે સાવર્જનિક સોસાયટીની છ ગ્રાન્ટેડ કોલેજોમાં એડમિશનની માંગણી સાથે નર્મદ યુનિ.માં દેખાવો યોજયા હતા. આજ રોજ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા નર્મદ યુનિ. સાર્વજનિક યુનિ.ની છ ગ્રાન્ટેડ કોલેજોને પુન: જોડાણ આપે તેવી માંગણી કરવામાં આવી હતી. હાલમાં નર્મદ યુનિ. સાથે જોડાયેલી તમામ કોલેજમાં એડમિશન શરૂ થઈ ગયા છે. પરંતુ સાર્વજનિક એજયુકેશન સોસાયટીની છ જેટલી આ ગ્રાન્ટેડ કોલેજમાં એડમિશનના મુદ્દે નર્મદ યુનિ. દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેથી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા છે. તેથી તમામ કોલેજમાં વહેલી તકે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી માંગણી પણ કરાઇ હતી. નર્મદ યુનિ.માં દેખાવો કરવા આવેલા વિદ્યાર્થીઓ દ્વારા થાળી અને વેલણ વગાડીને સરકારને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આશરે 80થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાર્વજનિક સહિતની ખાનગી યુનિવર્સિટીમાં ગ્રાંટ ઈન-એઈડ કોલેજોના સમાવેશ સામે શૈક્ષિક સંઘે વાંધો ઉઠાવ્યો છે. ગુજરાતની વિવિધ યુનિવર્સિટીમાં કાર્યરત રાષ્ટ્રવાદી શિક્ષકોના સંગઠન દ્વારા વીર નર્મદ યુનિવર્સિટીના ઉપકુલપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે, સાર્વજનિક સહિતની ખાનગી યુનિવર્સિટીમાં ગ્રાંટ ઈન-એઈડ કોલેજોનો સમાવેશ કરવો શિક્ષણ, શિક્ષક, વિદ્યાર્થીઓ અને સમાજના હિતમાં નથી. જેનાથી ભવિષ્યને નુકસાન થશે.

હાલમાં વિધાનસભામાં ખાનગી યુનિવર્સિટી એક્ટ 2021 સંદર્ભે રાજ્યના ખાનગી ટ્રસ્ટ અને સોસાયટીઓની માંગણી મુજબ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમાં જે સંસ્થાએ પોતાના ટ્રસ્ટ હેઠળ ચાલતી 12 બ (ફ)ની ધરાવતી ગ્રાંટ ઈન-એઈડ માટે માંગણી જ ન કરી હોય તેને સરકાર દ્વારા કેવી રીતે ખાનગી યુનિવર્સિટી સાથે જોડી શકે? આ શિક્ષણનું ખાનગીકરણ કરવા તરફ સરકારનું પગલું છે. આવા અનેક પ્રશ્નો સાથે અનેક નવી મુસીબતો અને મુશ્કેલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકસાન કરશે. હાલમાં પણ ઘણા ટ્રસ્ટે શિક્ષણને વેપારી બનાવી દીધો છે. આ નિર્ણયથી નવી શિક્ષણ નીતિના અમલમાં પણ મુશ્કેલી ઉભી થશે. આ નિર્ણયથી જે ટ્રસ્ટે માત્ર સેલ્ફ ફાઈનાન્સ કોલેજોને જોડવા માટે અરજી કરી હોય અને ગ્રાંટ ઈન-એઈડ માટે અરજી કરી ના હોય તો એનું શું? શું આ ખાનગી યુનિવર્સિટીમાં ગ્રાંટ ઈન-એઈડ કોલેજોનો સમાવેશ કરી શકાય? શું ગ્રાંટ ઈન-એઈડ કોલેજોને મળતો પૂરો પગાર અને ડીએ કોણ ચૂકવશે? નવા શિક્ષકોની એપોઈન્ટમેન્ટનું અને વર્કલોડ ઘટતા સરપ્લસ શિક્ષકોનું શું? વિદ્યાર્થીઓની ફીનું શું? નિવૃત્ત શિક્ષકોના પેન્શનનું શું? એવા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવી શકે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *