ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 38,353 કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસની સંખ્યા વધીને 3,20,36,511 થઈ ગઈ છે. જ્યારે, સક્રિય કેસ ઘટીને 3,86,351 થઈ ગયા છે. જે 140 દિવસમાં સૌથી ઓછા છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે આંકડા અપડેટ કરતાં કહ્યું હતું. સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા દર્શાવે છે કે, દેશમાં કોરોનાના કારણે વધુ 497 મોત સાથે કુલ મૃત્યુઆંક 4,29,179 પર પહોંચી ગયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસો કુલ કેસનો 1.21 ટકા હિસ્સો ધરાવે છે. જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.45 ટકા નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 2,157 કેસોનો ઘટાડો નોંધાયો છે. દેશમાં કોરોનાની તપાસ માટે મંગળવારે 17,77,962 જેટલા પટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા ટેસ્ટની કુલ સંખ્યા વધીને 48,50,56,507 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, દૈનિક સંક્રમણ દર 2.16 ટકા નોંધાયો છે. જે છેલ્લા 16 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 2.34 ટકા નોંધાયો હતો. કોરોનાને મત આપીને સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,12,20,981 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુદર 1.34 ટકા નોંધાયો છે.
