3 જુને કેરળમાં થશે ચોમાસું : હવામાન વિભાગ

દેશમાં ચોમાસાના આગમનની રાહ જોવાઇ રહી છે. પરંતુ, તે થોડો વધુ સમય લેશે. કેરળમાં ચોમાસાનું આગમન બે દિવસ મોડું થઈ શકે છે. હવે તે 3 જૂન સુધીમાં રાજ્યમાં પહોંચવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે આ માહિતી આપી. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ એમ.મહાપત્રાએ જણાવ્યું હતું કે કર્ણાટકના કાંઠા પર ‘સાયક્લોનિક સર્ક્યુંલેશન’ને ​​કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ચાલ પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે કહ્યું 1 જુનથી દક્ષિણ-પશ્ચિમી પવન ધીરે-ધીરે જોર પકડી રહ્યો છે, તેના પગલે કેરળમાં વરસાદ સંબંધિત ગતિવિધીમાં તેજી આવી શકે છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે નિમ્ન સ્તરિય દક્ષિણ-પશ્ચિમી પવનો જોર પકડતા વર્ષા સંબંધિત પ્રવૃતીઓ તેજ થશે, તે સાથે જ આગામી પાંચ દિવસમાં પુર્વોત્તર રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાનું અનુમાન છે. કેરળમાં સામાન્ય રીતે 1 જુને ચોમાસાનું આગમન થશે, તે સાથે જ દેશમાં 4 મહિના સુધી ચાલનારી વર્ષાઋતુનો શુભારંભ થઇ જાય છે. હવામાન વિભાગ દ્વારા આ મહિનાની શરૂઆતમાં કેરળમાં 31 મેએ ચોમાસાનાં આગમનનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહે તેવું અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *