breaking : મિનિ લોકડાઉન 3 દિવસ લંબાવાયું

રાજય સરકારે રાજયમાં ૩૬ શહેરોમાં કફર્યુ સહિત મિનિ લોકડાઉન જેવા નિયંત્રણો આગામી તા.૨૦મી મે સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. એટલે કે તા.૨૧મી મેની સવારે છ વાગ્યા સુધી ૩૬ શહેરોમાં કફર્યુ અમલમાં રહેશે. આજે રાત્રે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ સહિત મિનિ લોકડાઉન જેવા નિયંત્રણો લંબાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે રાજય સરકારે રાજ્યના સૌ પ્રજાજનોની હાલની સંભવિત વાવાઝોડા સહિત ની પરિસ્થિતિમાં તેમજ કોરોના ની સ્થિતિમાં સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ ત્રણ દિવસ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણય અનુસાર રાજ્યના ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ તા.૧૮ મે-ર૦ર૧ થી તા.૨૦ મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રિના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે.આ ૩૬ શહેરોમાં હાલ જે નિયંત્રણો અમલમાં છે તે પણ તા. ૧૮મી મે સવારે ૬ વાગ્યાથી તા. ૨૧મી મે સવારે ૬ વાગ્યા સુધી યથાવત રાખવામાં આવ્યા છે. આ ૩૬ શહેરો સિવાય રાજ્યના અન્ય વિસ્તારોમાં હાલ જે નિયંત્રણો અમલમાં છે તે તા. ૧૮મી મે ના સવારે ૬ વાગ્યાથી તા. ૨૧મી મેના સવારે ૬ વાગ્યા સુધી અમલી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *