તૌકેત વાવાઝોડું રાત્રે ૯ વાગ્યે દિવ અને ઉના વચ્ચે ટકરાયું

રાજયમાં રાત્રીના ૯ વાગ્યે તૌકતે વાવાઝોડું પોરબંદર અને ભાવનગરના મહુવાની વચ્ચે દિવ- ઉના પાસે દરિયા કિનારે નજીક આવી જવાની સાથે તેના લેન્ડફોલની શરૂઆત થઈ ચૂકી છે. આ વાવાઝોડુ હવે સાગરકાંઠાથી ૨૦ કિમી દૂર છે, એટલે રાત્રીના ૯ વાગ્યા પછી દોઢથી બે કલાક તેને પસાર થતાં લાગશે.વાવાઝોડુ નજીક આવ્યું કે તુરંત જ રાજયમાં પવનની ગતિ વધી જવા પામી હતી. એટલું જ નહીં ૧૦૦થી ૧૨૦ કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફુંકાવાની શરૂઆત થઈ હતી. અમદાવાદ – ગાંધીનગરમાં તિવ્ર ગતિએ પવન ફુંકાવવાની સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. વાવાઝોડાનાં લેન્ડફોલ પહેલાં જ જ સીએમ વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં સીનિયર અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી હતી. રૂપાણીએ સંભવિત અસર પામનારા જિલ્લાના કલેકટરો સાથે વાતચીત પણ કરી હતી. રૂપાણીએ રાત્રે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે , તૌકતે વાવાઝોડું લેન્ડફોલ થવાની શરૂઆત થઈ ચૂકી છે. જો કે વાવાઝોડુ સંપૂર્ણ વાવાઝોડુ શરૂ થતાં દોઢથી બે કલાક લાગશે, આ વાવાઝોડુ દિવ અને ઉનાની વચ્ચે ટકરાઈ રહ્યું છે. આ દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાકના ૧૫૦ કિમીની આસપાસ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *