પંજાબ નેશનલ બેંક (PNB) સાથે 13,500 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરીને વિદેશ ફરાર થઇ ગયેલા અને ડોમિનિકામાં પ્રત્યાર્પણના કેસનો સામનો કરી રહેલા ડાયમંડ વેપારી મેહુલ ચોક્સીએ કહ્યું છે કે તે ભારતીય એજન્સીઓના ભયથી ભાગતો નથી. મેહુલ ચોકસીએ દેશ છોડવાનું કારણ આપતા કહ્યું કે તેણે સારવાર માટે દેશ છોડ્યો છે. તેણે પોતાને કાયદાનું સમ્માન કરનાર નાગરિક પણ ગણાવ્યો છે. ભારતીય એજન્સીઓને તેના ઇન્ટરવ્યુ માટે આમંત્રણ આપતાં ચોક્સીએ કહ્યું કે તે કોઈપણ સવાલના જવાબ માટે તૈયાર છે.મીડિયા રીપોર્ટ અનુસાર, 62 વર્ષીય ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીએ ડોમિનિકા હાઈકોર્ટમાં એક સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે, “મેં ભારતીય અધિકારીઓને મારું ઇન્ટરવ્યૂ લેવાનું અને કોઈ પણ તપાસ અંગે કોઈ પણ સવાલ પૂછવા કહ્યું છે.” આ સંદર્ભે મેહુલ ચોકસીએ કહ્યું, “હું ભારતીય એજન્સીઓથી ભાગ્યો નથી. જ્યારે અમેરિકામાં સારવાર લેવા માટે મેં દેશ છોડ્યો ત્યારે મારી વિરૂધ્ધ કોઈ વોરંટ નહોતું.” મેહુલ ચોકસીએ જાન્યુઆરી 2018 માં દેશ છોડ્યો હતો. 13,500 કરોડ રૂપિયાનું PNB કૌભાંડ બહાર આવ્યાનાં થોડા દિવસો પહેલા જ મેહુલ ચોકસી દેશ છોડીને ગયો હતો અને ત્યારથી તે એન્ટિગુઆમાં રહે છે. ત્યારબાદ એકવાર પણ મેહુલ ચોકસી દેશ પરત ફર્યો નથી. તેની વિરૂધ્ધ CBI અને ED એ કેસ નોંધ્યા છે. મેહુલ ચોકસીએ 3 જૂને ડોમિનિકા હાઈકોર્ટમાં કરેલી અરજીમાં કહ્યું છે કે તેને ભાગવાની ઇચ્છા નથી. તેણે એવો દાવો પણ કર્યો હતો કે ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ આંતરરાષ્ટ્રીય વોરંટ નથી, પરંતુ શરણાગતિ માટેની અપીલ માત્ર છે. મેહુલ ચોકસી સામે ફરિયાદી કરવામાં આવી હતી અને તે ફરી ભાગી છુટશે તેવો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપ બાદ મેહુલ ચોકસીએ આ સોગંદનામું દાખલ કર્યું છે. મેહુલ ચોક્સીએ કોર્ટને ખાતરી આપવાનો પણ પ્રયાસ કર્યો છે કે જ્યાં સુધી કોર્ટ તેને એન્ટિગુઆ પરત ફરવા દેશે નહીં ત્યાં સુધી તે ક્યાંય જશે નહીં અને અહીંથી ભાગી છુટવા પણ ઇચ્છતો નથી.
Related Articles
કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેની તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડાયા
વિતેલા કેટલાક દિવસથી સતત ચર્ચામાં રહેલા ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્ર(MAHARASTRA)ના મજબૂત નેતા અને કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેમને સારવાર માટે મુંબઇની લિલાવતી હોસ્પિટલ (LILAVATI H0SPITAL) માં ખસેડવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળે છે. તેમની તબિયત લથડવાના સમાચાર વહેતા થતાં જ તેમના સમર્થકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલમાં […]
પાકિસ્તાનમાં માર્ગ અકસ્માતમાં 31નાં મોત
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ડેરા ગાઝી ખાન જિલ્લામાં સોમવારે હાઇવે પર એક પેસેન્જર બસ ટ્રેલર ટ્રક સાથે ટકરાતાં ઓછામાં ઓછા 31 લોકોનાં મોત અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી, મોટે ભાગે મજૂર હતા જેઓ ઇદ-ઉલ અઝાની ઉજવણી માટે તેમના વતન જઇ રહ્યા હતા. બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી. જ્યારે લાહોરથી આશરે 430 કિલોમીટર […]
બંગાળના CM મમતા બેનરજી ભવાનીપુરથી પેટા ચૂંટણી લડશે
બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી પોતાની પરંપરાગત બેઠક ભવાનીપુરથી ચૂંટણી લડીને વિધાનસભામાં પહોંચવાની તૈયારી આદરી દીધી છે. મમતા બેનરજીનો માર્ગ મોકળો કરવા માટે બેઠક પર જીત મેળવનારા ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપધ્યાયે પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. તેમના રાજીનામાનો વિધાનસભાના અધ્યક્ષે તુરત જ સ્વીકાર કરી લીધો છે. મમતા બેનરજીએ કહ્યુ મેં તેમને પુછ્યુ કે તમે જાતે રાજીનામુ […]