ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના હોદ્દેદારો અને રાજ્ય સરકાર વચ્ચે ઉચ્ચકક્ષાની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં તબીબી શિક્ષકોની ૧૪ જેટલી માંગણીઓ પૈકી ૧૧ માંગણીઓને મંજુર કરાઈ છે. કોરોનાના કપરા કાળમાં સરકારી તબીબો-પ્રાધ્યાપકોએ કરેલી મુખ્ય માંગણી NPA મંજૂર કરવાની હતી તે સાતમાં પગાર પંચ મુજબ તમામ સરકારી તબીબી શિક્ષકો માટે NPA મંજૂર કરવામાં આવ્યું છે. રાજ્યમાં સરકારી મેડિકલ કોલેજ ખાતે તબીબી શિક્ષકોને સરકાર દ્વારા જુદા જુદા વિષય – સંવર્ગમાં ગુજરાત જાહેર સેવા આયોગની મંજૂરીની અપેક્ષાએ તદ્દન હંગામી ધોરણે ૬ માસ માટે અથવા ૧ વર્ષ માટે બઢતીઓ આપવામાં આવી છે તેવા તમામ તબીબી શિક્ષકોની હંગામી બઢતી એક જ હુકમથી આગળ ચાલુ રાખવાના આદેશ કરવામાં આવશે. CAS- કેરીયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત ઉચ્ચતર પગાર ધોરણ માટેના પણ આદેશો કરવામાં આવશે. જે તબીબી શિક્ષકોને સહ પ્રાધ્યાપક અને પ્રધ્યાપકનું ઉચ્ચતર પગાર ધોરણ આપવામાં આવે તેઓને તે જગ્યાનું અલગથી નામાભિધાન અપાશે જેના પરિણામે અનુસ્નાતક અભ્યાસક્રમોની બેઠકોમાં નોંધપાત્ર વધારો થશે. તેજ રીતે તે તબીબી શિક્ષકોના DPC અંતર્ગત બાકી બઢતીના આદેશો તુરત કરવામાં આવશે. જ્યારે તબીબી શિક્ષકોના બાકી રહી ગયેલા માત્ર એડહોક ટ્યુટરને ૭માં પગાર મુજબનો પગાર ૧-૧ ૧૬ થી મંજુર કરવામાં આવશે.તબીબી શિક્ષકોની હાલની સેવાઓ સાથે અગાઉ આરોગ્ય વિભાગ અંતર્ગત જુદા જુદા પ્રભાગો હેઠળ કરવામાં આવેલી અન્ય તમામ એડહોક કે GPSC સેવાઓને સળંગ ગણવા માટે આદેશ કરવામાં આવશે. GPSC અને DPCનિયમિત રીતે દર વર્ષે કરવામાં આવશે તેમજ ઉચ્ચતર પગાર ધોરણના આદેશો નિયમિત રીતે બે માસે થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. સરકાર દ્વારા સ્વીકાર થયેલા તમામ મુદ્દાઓને આવરી લેતો વિસ્તૃત ઠરાવ એક જ અઠવાડીયામાં પ્રસિધ્ધ કરી દેવાશે.
Related Articles
ગો એરની પહેલી ફ્લાઇટનું સુરત એરપોર્ટ પર વોટર કેનનથી સ્વાગત
ડોમેસ્ટિક એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટ દ્વારા આજથી સુરતથી દિલ્હીની 2 અને સુરતથી કોલકાત્તા તથા બેંગ્લોરની 1-1 ફલાઇટ શરૂ કરવામાં આવી છે. આજે સવારે દિલ્હીની ફ્લાઇટ સુરત એરપોર્ટ પર આવી પહોંચતા વોટર કેનન સેરેમનીથી આ ફ્લાઇટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતથી ઉપડેલી પ્રથમ ફ્લાઇટને સુરત એરપોર્ટના પ્રથમ મહિલા સ્ટેશન ડાયરેક્ટર અમન સૈનીએ લીલી ઝંડી દર્શાવી હતી. […]
ધોરણ-12 બોર્ડની પરીક્ષાઓ તા. 1 જુલાઇથી યોજાશે
દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-1 માં 50 ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-2 માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે, સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ 100 ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે,વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન […]
ગણદેવીના મોહનપુરમાં કેદારનાથનો સેટ ઉભો કરાયો
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મોહનપુર ખાતેના સત્યમેવ જયતે યુવક મંડળ દ્વારા ગણેશમંડપ પર કેદારનાથ ધામ જેવું જ મંદિર ઉભું કરવામાં આવ્યું છે. આ મંડળના યુવાનોની મહેનત કાબિલે તારીફ છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 […]