મમતા બેનર્જીએ બુધવારના રોજ ત્રીજીવાર બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ જગદીશ ધનખડેએ તેઓને શપથ અપાવ્યા હતા. મમતાનામંત્રીમંડળના લોકો 6 મેના રોજ શપથ લેશે, દીદીનો આ કાર્યક્રમ ટાઉન હોલમાં યોજાયો હતો. શપથ ગ્રહણમાં આશ્ચર્ય જનક વાત એ હતી કે, રાજ્યપાલનીચેતવણી અને મમતાનું રિએક્શન. શપથગ્રહણ પછી રાજ્યપાલ જગદીશ ધનખડે મમતાને સમજાવતા કહ્યું હતું કે, રાજ્યમાં ચાલી રહેલી હિંસા તુરંત બંધ થવીજોઈએ. ત્યારપછી મમતાએ કહ્યું કે, અત્યારે રાજ્યની વ્યવસ્થા ચૂંટણી પંચ પાસે હતી, હવે હું નવી વ્યવસ્થા શરૂ કરીશ.
