બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અંગે જાહેરાત કરતા કહ્યું કે કેબિનેટની દરખાસ્ત ઉપર મે આજે રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે જ લોકડાઉન અંગેની વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરવાનો આદેશ પણ આપ્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે કાલે સહયોગી મંત્રીગણ અને પદાધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં અત્યારે 15 મે 2021 સુધી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગેની ગાઇડલાઇન જલ્દી જાહેર કરવામાં આવશે.
