જેઇઇ પરીક્ષામાં ચેડા કરનાર સાતને ઝડપી પાડતી સીબીઆઇ

સીબીઆઈએ 2021ની જેઈઈ મેઈન્સ પરીક્ષામાં કથિત રીતે ચેડા કરવાના સંબંધમાં સીબીઆઈએ 7 લોકોની ધરપકડ કરી હતી જેમાં નોઈડા સ્થિત ખાનગી ઈન્સ્ટીટ્યુટના 2 ડિરેક્ટર સામેલ છે, એમ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યુ હતું. એફીનીટી એજ્યુકેશન પ્રા. લિ. અને 3 ડિરેક્ટર, સિદ્ધાર્થ ક્રિષ્ણા, વિશ્વંભર મણી ત્રિપાઠી અને ગોવિંદ વર્ષ્ણે ઉપરાંત અન્ય દલાલો અને મળતિયાઓ વિરૂદ્ધ કેસ દાખલ કર્યા બાદ ઉપરોક્ત ધરપકડ કરવામાં આવી હતી. સંસ્થાએ ક્રિષ્ણા અને ત્રિપાઠી ઉપરાંત 4 કર્મચારીઓ રીતીક સિંહ, અંજુમ દાઉદાની, અનીમેશ કુમાર સિંહ અને આજિંક્યા નરહરી પાટીલની ધરપકડ કરી હતી.એક અન્ય શખ્સ રણજીત સિંહ ઠાકુરની ધરપકડ જમશેદપુરથી કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું. કંપનીનો એક કર્મચારી વર્ષ્ણે ફરાર છે અને સંસ્થા તેને શોધી રહી છે. સીબીઆઈએ ગુરુવારે 19 સ્થળો પર શોધ-તપાસ કરી હતી જે દરમિયાન આશરે 20-30 પોસ્ટ-ડેટના ચેક મળી આવ્યા હતા, પરીક્ષા પાસ કરાવી આપવાની ખાતરી બદલ આ ચેક અપાયા હોવાની શંકા છે, એમ અધિકારીઓએ કહ્યુ હતું. શોધખોળ દરમિયાન જાણવા મળ્યુ હતું કે આરોપીએ તેમના કમ્પ્યુટરમાથી માહિતીઓ ડિલીટ કરવા મેસેજ મોકલ્યા હતા. જેઈઈ મેઈન્સ પરીક્ષા આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ મેળવવા પ્રથમ પગથિયુ છે, મોટી રકમ મેળવીને દૂર બેસીને ઉમેદવારોના પ્રશ્નોના જવાબ આપવા બદલ સીબીઆઈએ એફીનીટી એજ્યુકેશન પ્રા. લિ. અને તેના ડિરેક્ટરો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *