રાજ્યમાં હોસ્પિટલોમા આગ લાગવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. ભરૂચની જંબસુર બાયપાસ ચોકડી નજીક આવેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં મોડી રાત્રે ભયંકર આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં 12 દર્દી અને બે સ્ટાફકર્મી મળી 16 લોકોના મોત થયાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. આ સિવાય અનેક લોકો દાઝ્યા હોવાથી, મૃત્યુઆંક વધે તેવી શક્યતા રહલી છે. આગની ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ભરૂચ સિવિલ, સેવાશ્રમ, જંબુસર, વાગરા સહિત અન્ય ખાનગી હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
