જુલાઇમાં જીએસટીની આવક 1 લાખ કરોડને પાર

આર્થિક પ્રવૃતિમાં વધારાની એક નિશાનીમાં જુલાઇ મહિનાની ભારતનો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની વસૂલાત કોવિડના બીજા મોજાના નિયંત્રણો પછી ફરી એક વાર ૧ લાખ કરોડને વટાવી ગઇ છે, જે બીજા મોજાને કારણે ગયા મહિને વસૂલાતમાં મોટો ઘટાડો નોંધાયો હતો. જુલાઇમાં જીએસટીની વસૂલાત ૧.૧૬ લાખ કરોડ થઇ છે અને તે વર્ષો વર્ષના ધોરણે જુલાઇમાં ૩૩ ટકા વધારે છે, જે અર્થતંત્રમાં ઝડપથી રિકવરી આવી રહી હોવાનો સંકેત છે. જુલાઇ ૨૦૨૦માં જીએસટી કલેકશન રૂ. ૮૭૪૨૨ કરોડ હતું. આ નાણાકીય વર્ષમાં આ બીજી સૌથી ઉંચી વસૂલાત છે જ્યારે એપ્રિલમાં જીએસટીની વસૂલાત ૧.૪૧ લાખ કરોડ થઇ હતી. નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જીએસટીની જોરદાર આવક આગામી મહિનાઓમાં પણ ચાલુ રહેશે. જુલાઇ મહિનામાં જીએસટની કુલ વસૂલાત રૂ. ૧૧૬૩૯૩ કરોડ થઇ છે જેમાંથી રૂ. ૨૨૧૯૭ કરોડ સેન્ટ્રલ જીએસટી છે, સ્ટેટ જીએસટ રૂ. ૨૮પ૪૧ કરોડ છે, ઇન્ટિગ્રેટેડ જીએસટી રૂ. પ૭૮૬૪ કરોડ છે(જેમાં સામાનની આયાત પરની રૂ. ૨૭૯૦૦ કરોડની જીએસટી વસૂલાત શામેલ છે), સેસ રૂ. ૭૭૯૦ કરોડ વસૂલ થઇ છે જેમાં સામાનની આયાત પર વસૂલ થયેલી રૂ. ૮૧૫ કરોડની સેસ શામેલ છે. જુલાઇ ૨૦૨૧માં વસૂલ થયેલી જીએસટીની કુલ રકમ ગયા વર્ષના આ જ મહિનામાં જમા આવેલી રકમ કરતા ૩૩ ટકા વધારે છે. કોવિડ-૧૯ના ચેપના બીજા મોજા પહેલા જીએસટીની વસૂલાત સતત આઠ મહીના સુધી રૂ. ૧ લાખ કરોડ કરતા વધારે રહી હતી પરંતુ બીજા મોજામાં વિવિધ રાજ્યોમાં મૂકાયેલા નિયંત્રણોને પગલે જૂન મહિનામાં આ વસૂલાત ઘટીને રૂ. ૯૨૮૪૯ કરોડ થઇ ગઇ હતી. જુલાઇમાં જીએસટીની જમા આવેલ ઉંચી રકમ એ મોટે ભાગે જૂનના પુરવઠા અને વેચાણ પર વસૂલ થઇ છે જ્યારે રાજયો કોવિડની બીજી લહેર ધીમી પડ્યા બાદ પોતાના નિયંત્રણો હળવા કરી રહ્યા હતા. એપ્રિલ અને મે મહિનામાં મોટા ભાગના રાજ્યો લૉકડાઉનના જુદા જુદા તબક્કા હેઠળ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *