પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું હાર્ટ એટેકથી નિધન

ભારતીય અને વિશ્વ ક્રિકેટ માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો છે. ભારતમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય છે અને ઇન્ડિયન ઇલેવનની ટીમના હાલના અને પૂર્વ સભ્યને ઘરે ઘરે લોકો ઓળખતા હોય છે. તેવામાં મંગળવારની સવારે એક સારા નહીં કહી શકાય તેવા સમાચાર આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી યશપાલ શર્માનું મંગળવારે સવારે 66 વર્ષની ઉંમેર નિધન થયું છે. તેમને હાર્ટ એટેક આવ્યો હતો જે તેમનામાટે પ્રાણ ઘાતક સાબિત થયો છે. તેઓ પંજાબના લુધિયાણા શહેરના રહેવાસી હતી અને 1983ની ભારતીય ક્રિકેટ ટીમમાં તેઓ સામેલ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, 1983માં ભારતની ઇલેવને વિશ્વ કપ જીતીને ઇતિહાસરચી દીધો હતો. ક્રિકેટમાંથી નિવૃતિ લીધા પછી તેમણે થોડા સમય માટે એમ્પાયરિંગ પણ કર્યું હતું અને પછી તેમની ઇન્ડિયન ટીમ માટેના સિલેક્ટર પણ બનાવવામાં આવ્યા હતાં. ભારતે ક્રિકેટનો પહેલો વર્લ્ડ કપ 1983માંજીત્યો હતો. તે સમયે યશપાલ શર્માની ટીમમાં ચાવીરૂપ ભૂમિકા હતી. જોગાનુંજોગ એવુ પણ બન્યું છે કે, ગત સપ્તાહમાં જ 98 વર્ષની ઉંમરે ફિલ્મ એક્ટર દિલીપ કુમારે અંતિમ શ્વાસ લીધા હતા અને દિલિપ કુમારને અહીંએટલા માટે યાદ કરવા પડે તેમ છે કારણ કે, તેમને શ્રેષ્ઠ ક્રિકેટર બનાવવામાં દિલીપ કુમારે જ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. યશપાલ શર્માએ જાતે જ કહ્યું હતું કે, હું જ્યાં સુધી જીવીત છું ત્યા સુધી દીલીપ કુમાર મારીએક્ટર તરીકેને પહેલી પસંદ રહેશે. તેમને હું યુસુફભાઇ કહીને બોલાવું છું અને મને ક્રિકેટર બનાવવામાં તેમનો સિંહફાળો હતો.

તેમના નિધનના સમાચાર સાંભળીને ભારતીય ક્રિકેટર્સ અને ક્રિકેટના ચાહકોમાં શોકનીલાગણી ફેલાઇ ગઇ છે. 1983ની વિશ્વકપ વિજેતા ટીમના કેપ્ટન રહી ચૂકેલા કપીલ દેવે તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે, યશપાલના મોતના સમાચાર સાંભળીને હું સ્તબ્ધ થઇ ગયો છું. હું મારી જાતનેસંભાળી પણ શકતો નથી. તેમના નિધન ઉપર દિલિપ વેંગસરકરે કહ્યું કે અમે બંને ખૂબ જ સારા મિત્રો હતા અને મને તેમના નિધનના સમાચાર પર વિશ્વાસ જ નથી થઇ રહ્યો. યશપાલ શર્માની વાત કરીએ તો તેમણેતેમની રમત જગતની કારકિર્દીમાં કુલ 37 ટેસ્ટ મેચ રમી હતી અને 42 વનડે રમી હતી. આ સમય દરમિયાન તેમણે ટેસ્ટ મેચમાં 33.46ની એવરેજથી કુલ 1606 રન બનાવ્યા હતાં. તેમણે બે શતક અને 9 અર્ધશતકલગાવી હતી જ્યારે વનડેની વાતકરીએ તો તેમાં તેમણે 28.48ની એવરેજથી કુલ 883 રન બનાવ્યા હતા. વનડે મેચિસમાં તેમણે 4 અર્ધ શતક લગાવ્યા હતા. તેઓ વિકેટકિપિંગ કરતાં હતા અને સાથે સાજે મધ્યમ ઝડપીબોલિંગ પણ કરતાં હતાં.

તેમણે વનડે અને ટેસ્ટમાં 1-1 વિકેટ પણ લીધી છે. તેમણે તેમના ક્રિકેટ જગતના કેરિયરની શરૂઆત 1978માં કરી હતી. પાકિસ્તાનના સિયાલકોટમાં રમાયેલી વન ડે મેચ તેઓ રમ્યા હતા. ટેસ્ટમેચની વાત કરીએ તો તેમણે પહેલી ટેસ્ટ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ લોર્ડ્સના મેદાન પર રમી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ જ્યારે ક્રિકેટ રમતા હતા તે 80નો દાયકો હતો અને તે સમયે ટીવી કે અન્ય માધ્યમની સગવડ ખૂબ જઓછી હોવાથી લોકો રેડિયો પર ક્રિકેટ મેચની કોમેન્ટ્રી સાંભળતા હતા અને તે સમયે રેડિયો ખૂબ જ પ્રખ્યાત હોવાથી તેઓ દેશમાં અને વિદેશમાં ખૂબ જ નામના ધરાવતાં હતાં. યશપાલ શર્માના નિધનથી યુવા ક્રિકેટર્સમાંપણ નિરાશા વ્યાપી ગઇ છે. માત્ર આંતર રાષ્ટ્રીય ક્રિકેટ જ નહીં પરંતુ ઘરેલું ક્રિકેટમાં પણ તેમણે ખૂબ જ સુંદર પ્રદર્શન કર્યું હતું. ઘરેલું ક્રિકેટમાં તેઓ કુલ 60 મેચ રમ્યા હતા અને તેમાં તેમણે 8933 રન બનાવ્યા હતાં. પ્રથમ શ્રેણીમાં તેમણે કુલ 21 સદી અને 46 અડધી સદી ફટકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *