ધરમપુર તાલુકાના મોટીઢોલ ડુંગરી ગામે આદિવાસી સમાજની માવલી માતાનું પૂજન સમાજની રીતી રિવાજ પ્રમાણે કરવામાં આવ્યું હતું. આદિવાસી પ્રજામાં અનાજ, ધાન્યની કાપણી પહેલા કે પછી માવલી માતાની પૂજા અને નાચગાન કરવામાં આવે છે. માવલી માતાની પૂજા ગામના ભુવાઓ કે જેમને અહીંના સ્થાનિકો ભગત દ્વારા કરવામાં આવે છે.આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ ડૉ.નીરવ પટેલ ચીંતુબા (છાંયડો) હોસ્પિટલ ખેરગામ, મહારૂઢિગ્રામ સભા અધ્યક્ષ રમેશ યોગેશ, ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખ કમલેશ, તુંબી અને ધરમપુરના યુવાનો વાડથી રૂઢિ ગ્રામસભા પ્રમુખ ઉમેશ, જીજ્ઞેશ,હિરેન પીઠા, રાકેશ ઘેજ, જયેશ ખેરગામ,ખટાણા સરપંચ પ્રદીપ, કરંજવેરી સરપંચ બાળુ,ખાનપુના પરિમલ, અશોક, ભેંસદરાના કિરણભાઈ, નાની ઢોલ ડુંગરીના ઉપેન્દ્ર, રાજપુરી તલાટ સહિત આજુબાજુના ગામોથી ભાઈઓ,બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
Related Articles
મ્યુકરમાઇકોસિસ થયો હોવાના ડરથી અમદાવાદના વૃદ્ધનો આપઘાત
શહેરના પાલડી વિસ્તારમાં આવેલા અમન એપાર્ટમેન્ટમાં નિરંજનભાઈ શાહ (ઉ.વ.80) એકલા રહેતા હતા. તેમના દીકરા મુંબઈ ખાતે રહે છે. બે દિવસ પહેલા નિરંજનભાઈએ પોતાના ફ્લેટના ધાબે જઈ ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ફ્લેટના લોકો ભેગા થઈ ગયા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું. […]
ગુજરાતના 26 આઇએએસ અધિકારીઓની બદલી
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાત્રે 26 જેટલા સિનિયર આઈએએસ અધિકારીઓની આંતરીક બદલીઓના આદેશ કર્યા છે. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પંકજકુમારની નિમણૂક કરાઈ છે. જયારે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે કમલ દયાણીની નિમણૂક કરાઈ છે.વડોદરાના જિલ્લા કલેકટર શાલિનિઅગ્રવાલની બદલી કરીને તેમની નિમણૂક વડોદરા મનપાના કમિશનર તરીકે કરાઈ છે. જયારે મહેસાણાના કલેકટર […]
ચીખલીમાં ગાજવીજ સાથે સાડા ત્રણ ઇંચ વરસાદ
નવસારી જિલ્લાના ચીખલી પંથકમાં રાત્રિ દરમ્યાન ગાજવીજ સાથે ૩.૩૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જોકે દિવસભર ઘનઘોર વાતાવરણ વચ્ચે મેઘાએ વિરામ લીધો હતો. ચીખલી તાલુકામાં લાંબા વિરામ બાદ ગતરાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગત સાંજથી ગાજવીજ શરૂ થઇ ગઇ હતી અને રાત્રે આઠેક વાગ્યાની આસપાસ ધીમીધારે વરસાદનું આગમન થયું હતું અને મળસ્કેના ચારેક વાગ્યા સુધી […]