સંઘપ્રદેશ દમણનાં નાની દમણ સ્થિત શ્રી માછી મહાજન એજ્યુકેશન સોસાયટી સંચાલિત માછી મહાજન અંગ્રેજી માધ્યમની શાળાનાં વિદ્યાર્થીઓ માટે ક્રોસ કન્ટ્રી રેસનું આયોજન કરાયું હતું. અલગ અલગ ગૃપ સાથે આયોજીત દોડ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ માટે 5 કિમી અને વિદ્યાર્થીનીઓ માટે 3 કિમીની દોડનું આયોજન કરાયું હતું. દોડની શરૂઆત સ્કૂલનાં ચેરમેન ધર્મેશ મલબારી, સેક્રેટરી મનોજ બગાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી. દોડના વિજેતા વિદ્યાર્થીઓને સ્કૂલ પ્રશાસન તરફથી ઇનામ આપી સન્માનિત કરાયા હતા. સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલનાં વ્યાયામ શિક્ષક ઈશ્વરલાલ સોમલા તથા પ્રતિક કુમાર ટંડેલે ભારે જહેમત ઉઠાવી હતી.
