અરબી સમુદ્રમાં ઉદભવેલું ડિપ્રેશન 17મીએ ‘અતિ તીવ્ર વાવાઝોડા’માં ફેરવાશે અને એક દિવસ બાદ ગુજરાતના દરિયાકાંઠા નજીકથી પસાર થશે એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું. હવામાન સ્થિતિ ડીપ ડિપ્રેશનમાં સઘન બની છે અને શનિવારે સવાર સુધીમાં તે વાવાઝોડામાં ફેરવાશે અને શનિવારે રાત સુધીમાં અતિ તીવ્ર વાવાઝોડું બનશે. 16-19 મે દરમ્યાન તે અતિ તીવ્ર વાવાઝોડામાં ફેરવાશે અને પવનની ઝડપ કલાકે 150-160 કિમી પ્રતિ કલાકની રહેશે જે વધીને 175 કિમી પ્રતિ કલાક થઈ શકે છે. 18મીની સવાર સુધીમાં તે ગુજરાત કાંઠે પહોંચશે. તમિલનાડુ, કર્ણાટક, ગોવા, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. 18મીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે.
