ક્રિકેટ સમ્રાટ સચિન તેંદુલકરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 27મી માર્ચે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમણે ટ્વિટ કર્યું છે કે તમારી પ્રાર્થના માટે આભાર. તબીબી સલાહ અનુસાર મને હોસ્પિટલમાં ખસડેવામાં આવ્યો છે. થોડા દિવસમાં જ હું સાજો થઇને ઘરે પરત ફરીશ તેવી મને આશા છે. તમે તમામ પણ પોતાનું ધ્યાન રાખો અને સુરક્ષિત રહો.
