ગયા મહિને પોલીસના લાઠીચાર્જને લઈને વિરોધ કરી રહેલા ખેડૂતો અને જિલ્લાના અધિકારીઓ વચ્ચેની વાતચીતનો બીજો રાઉન્ડ બુધવારે નિષ્ફળ ગયો છે અને પ્રદર્શનકારીઓએ કહ્યું કે, તેઓ અહીંના જિલ્લા મથક પર ‘અનિશ્ચિત સમય’ માટે પોતાનો જમાવટ ચાલુ રાખશે. ધરણાના બીજા દિવસે ખેડૂત આગેવાનોએ કહ્યું કે, તેઓ સંકુલના ગેટ પર રોકાયેલા રહેશે. પરંતુ, અધિકારીઓ અને લોકોને તેમાં પ્રવેશતા અટકાવશે નહીં. તેમની માંગ આઇએએસ અધિકારી આયુષ સિન્હાના સસ્પેન્શનની આસપાસ કેન્દ્રિત છે. જે કથિત રીતે પોલીસ કર્મચારીઓને કહી રહ્યા હતા કે, જો 28 ઓગસ્ટે વિરોધ પ્રદર્શન દરમિયાન સીમા પાર કરે છે તો તેઓ ‘માથા તોડી’ શકે છે. કરનાલમાં ભાજપના કાર્યક્રમના સ્થળે કૂચ કરતા રોકવા માટે પોલીસે બળનો ઉપયોગ કર્યો ત્યારે લગભગ 10 ખેડૂતો ઘાયલ થયા હતા.
તે શહેરમાં મહાપંચાયત પછી કરનાલ મીની-સચિવાલયની બહાર ધરણા મંગળવારે સાંજે શરૂ થઈ ગયા હતા. જ્યારે, જિલ્લાના અધિકારીઓ અને ખેડૂત આગેવાનો વચ્ચેની વાતચીત ‘નિષ્ફળ’ રહી હતી. ત્યારબાદ ખેડૂતોએ ઑફિસ સંકુલ તરફ કૂચ શરૂ કરી હતી. જેમાં કેટલાક સંયુક્ત કિસાન મોરચા (એસકેએમ) નેતાઓ સહિત ઘણાએ તેના મુખ્ય પ્રવેશદ્વારની બહાર રાત વિતાવી હતી. સ્વરાજ ઇન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે ત્રણ કલાકની બેઠક બાદ જણાવ્યું હતું કે, અમારે અફસોસ સાથે કહેવી પડે છે કે મંત્રણા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. કારણ કે, સરકાર મક્કમ અને સંવેદનહીન વલણ અપનાવી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે, ગઈકાલે જે જોવા મળ્યું હતું તેનાથી તેમના વલણમાં કોઈ ફેરફાર થયો નથી. તેમણે કહ્યું કે, પૂરતા વીડિયો પુરાવા હોવા છતાં અધિકારી સામે કેસ નોંધવાનું તો છોડી દો, સરકાર તેમને સસ્પેન્ડ કરવા પણ તૈયાર નથી.