કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને CBSEએ સ્ટૂડન્ટ્સ માટે મહત્વનો અને જરૂરી નિર્ણય કર્યો છે. 4 મેથી શરૂ થનારી 10માં ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 12માંની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે સરકાર 1લી જૂને નિર્ણય કરશે. એક્ઝામ કરાવવાનો નિર્ણય લેવાશે તો છાત્રોને 15 દિવસનો સમય આપવામાં આવશે એટલે કે પરીક્ષા 15 જૂન પછી જ લેવાશે.
Related Articles
ગયા વર્ષે ભારતમાં સરેરાશ રોજ બળાત્કારના 77 કેસ
ભારતમાં 2020માં દરરોજ સરેરાશ બળાત્કારના લગભગ 77 કેસ નોંધાયા હતા. તે વર્ષ દરમિયાન આવી કુલ 28,046 ઘટનાઓ સામે આવી હતી. એમ બુધવારે જારી કરાયેલા નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી)ના તાજેતરના આંકડા દર્શાવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત એનસીઆરબીએ જણાવ્યું કે, ગયા વર્ષે દેશભરમાં મહિલાઓ વિરુદ્ધ ગુનાના 3,71,503 કેસ નોંધાયા હતા. જે 2019ના 4,05,326 અને […]
દિલ્હીમાં ‘જ્યાં વોટ-ત્યાં જ વેક્સિન : અરવિંદ કેજરીવાલ
દેશની રાજધાની દિલ્હીમાં વેક્સિનેશનની ઝડપ વધારવામાં આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું કે, જો કેન્દ્ર તરફથી સતત વેક્સિન મળતી રહેશે તો 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને 1 મહિનામાં વેક્સિન આપી દેવામાં આવશે. અરવિંદ કેજરીવાલના કહેવા પ્રમાણે 45 વર્ષ કરતા વધારે ઉંમરના લોકોના સેન્ટર્સ પર ખૂબ ઓછા લોકો આવી રહ્યા છે. દિલ્હી સરકાર […]
એનવી રમણ બનશે નવા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા
નુતલપતિ વેંકટ રમણ 48માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની નિમણૂંકને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિથી મંજૂરી મળ્યા બાદ જસ્ટિસ રમણ હવે 24 એપ્રિલે શપથ લેશે. તેઓ હાલના CJI એસએ બોબડે બાદ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ ન્યાયમૂર્તિ છે. CJI બોબડેએ જસ્ટિસ રમણના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. બોબડે 23 એપ્રિલના રોજ નિવૃત્ત […]