કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને CBSEએ સ્ટૂડન્ટ્સ માટે મહત્વનો અને જરૂરી નિર્ણય કર્યો છે. 4 મેથી શરૂ થનારી 10માં ધોરણની પરીક્ષા રદ કરવામાં આવી છે અને 12માંની પરીક્ષા હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે સરકાર 1લી જૂને નિર્ણય કરશે. એક્ઝામ કરાવવાનો નિર્ણય લેવાશે તો છાત્રોને 15 દિવસનો સમય આપવામાં આવશે એટલે કે પરીક્ષા 15 જૂન પછી જ લેવાશે.
Related Articles
ભારત પાકિસ્તાન સરહદ પરથી 200 કરોડનું ડ્રગ્સ પકડાયું
આંતરરાષ્ટ્રીય બજારમાં 200 કરોડ રૂપિયાની કિંમતનું આશરે 40 કિલો હેરોઈન શનિવારે વહેલી સવારે અમૃતસરમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક પાંજરાયણ વિસ્તારમાંથી મળી આવ્યું હતું. પંજાબ પોલીસ અને બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા સંયુક્ત ઑપરેશન દરમિયાન હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. અમૃતસર (ગ્રામીણ)ના વરિષ્ઠ પોલીસ અધિક્ષક ગુલનીત સિંહ ખુરાનાએ જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે કુખ્યાત […]
અમેરિકામાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો નોંધાયો
અમેરિકામાં કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના કેસોમાં ફરીથી મોટો ઉછાળો આવ્યો છે અને કેટલાક રાજ્યોમાં ઘણા વધુ પ્રમાણમાં રોજીંદા કેસો અને મોત નોંધાઇ રહ્યા છે. ફ્લોરિડા રાજ્યમાં દરરોજના સરેરાશ ૨૦૦ કરતા વધુ મોત નોંધાઇ રહ્યા છે અને ત્યાંની હોસ્પિટલોના શબઘરો મૃતદેહોથી ઉભરાઇ ગયા છે અને મડદાઓ રાખવા માટે પોર્ટેબલ શબઘરો આ રાજ્યમાં મોકલવામાં આવી રહ્યા છે. ફ્લોરિડા રાજ્યમાં […]
રાષ્ટ્રગીતનું અનાદર એ ગુનો નથી : જમ્મુ કાશ્મીર હાઇકોર્ટ
એક મહત્વપૂર્ણ ચુકાદામાં જમ્મુ-કાશ્મીર હાઈકૉર્ટે એવો નિર્ણય લીધો છે કે, રાષ્ટ્રગીત માટે ઊભા ન થવું એ રાષ્ટ્રગીતનો ‘અનાદર’ ગણી શકાય છે, પરંતુ તે ગુનો નથી. આ મહત્વપૂર્ણ નિર્ણયથી વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં લોકો સામે રાષ્ટ્રગીત માટે ઊભા ન થવું અથવા ઊભા થવું પરંતુ તેનું ગાન ન કરવા અંગે નોંધાયેલા કેટલાક કેસોને અસર થઈ શકે […]