જળવાયું પ્રદૂષણ માટે ભાજપ જ જવાબદાર : કોંગ્રેસ

પ્રદૂષણ ઘટાડવાના હેતુથી સરકાર સ્ક્રેપ વ્હિકલ પૉલીસી લાવી છે. પ્રથમ દ્રષ્ટિએ ખુબ જ સરસ લાગે તેવી આ વાત છે. પરંતુ સૌથી વધારે પ્રદૂષણ તો ખાડા ટેકરાવાળા રસ્તા અને ધુળીયા રસ્તાઓ ના લીધે થાય છે.” ત્યારે જળ-વાયુ પ્રદૂષણ માટે ભાજપ સરકાર સીધી જવાબદાર છે. જળ-વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા માટે સ્ક્રેપ પૉલીસી ખૂબ જ જરૂરી છે પરંતુ, આર્થિક રીતે નબળા, સામાન્ય અને મધ્યમવર્ગના લોકોને મુશ્કેલી ના પડે તે પ્રમાણેની યોગ્ય સબસીડી આપ્યા પછી જ આ નીતિ અમલી બને તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જળ-વાયુ પ્રદૂષણ રોકવામાં નાકામ ભાજપ સરકાર નવી નવી નિતિ જાહેર કરે છે, પણ હકીકતમાં સૌથી વધુ કુદરતી સંશાધનોનું ગેરકાયદેસર દોહન ભાજપ સરકારમાં થઈ રહ્યું છે. સામાન્ય અને મધ્યમવર્ગે સંઘર્ષ કરીને સપનાની એક નાની ગાડી પરીવાર માટે ખરીદી હોય અને તેને ૧૫ વર્ષ પુરા થઈ જાય તો શું સ્કેપ કરી દેવાની ? ૭૫ વર્ષ જુના સી પ્લેન અંગે પણ ભાજપ સરકાર – કેન્દ્ર સરકાર કેમ ચૂપ છે ?

ડૉ. મનીષ દેશીએ વધુમાં કહ્યું હતુ કે અલંગ શીપ બ્રેકીંગયાર્ડમાં શ્રમિકોની સ્થિતિ અતિ ખરાબ છે, ભાજપ સરકારની છેલ્લા ૧૫ વર્ષની નીતિના કારણે હાલત કફોડી છે, ત્યારે મંદી-મોંઘવારી અને મહામારીમાં સપડાયેલ સામાન્ય – મધ્યમવર્ગના નાગરિકોને રાહત મળે તે વિચારવાને બદલે ભાજપ સરકાર સીમીત લોકોના લાભાર્થે નિતિઓ જાહેર કરી રહી છે. અગાઉના એમ.ઓ.યુ.માં મૂડીરોકાણ અને રોજગારના મોટા મોટા દાવાની જેમ આ વખતે પણ મહાત્મા મંદિરથી એવા જ મૂડીરોકાણ અને રોજગારના આંકડાનું ગુલાબી ચિત્ર જાહેર કરવામાં આવ્યું છે.તેમણે વધુમાં જણાવ્યું હતુ કે સર્વોચ્ચ અદાલતે મહત્વપૂર્ણ ચુકાદામાં તમામ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને કોમર્શિયલ વાહનોને સીએનજીમાં પરિવર્તિત કરવા જણાવ્યું હતું. ખરેખર તો સરકારે નગરપાલિકાઓના વાહનો અને એસટી નિગમની બસોથી શરૂઆત કરવી જોઈએ. સામાન્ય રીતે દ્વી ચક્રીય વ્હિકલ મધ્યમ વર્ગ અને મધ્યમ વર્ગથી પણ નીચેનો વર્ગ વાપરે છે. 15 વર્ષ જૂના વાહનો જે ફરજિયાત પણે સ્ક્રેપ કરવાના છે.

આર્થિક રીતે નબળા હોય તેવા લોકોને સરકારે મહત્તમ સબસીડી આપવી જોઈએ. રિક્ષાચાલકો કે જેની રોજીરોટી અને જીવન નિર્વાહનો એક માત્ર સાધન રિક્ષા છે તેવા રિક્ષાચાલકોને મહત્તમ સબસીડી આપવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *