આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં ભાજપે બુધવારે ચૂંટણી માટે તેના સંગઠનાત્મક નેતાઓના નામ જાહેર કર્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, પ્રહલાદ જોશી, ગજેન્દ્ર સિંહ શેખાવત અને ભૂપેન્દ્ર યાદવને અનુક્રમે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને મણિપુર ચૂંટણીમાં પ્રભારી બનાવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ગોવાની ચૂંટણીનો હવાલો સોંપવામાં આવ્યો છે. તેમની મદદમાં કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી દર્શનાબેન જરદોશને સહપ્રભારી બનાવાયાં છે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પાર્ટીએ અભિયાનમાં તેમની મદદ માટે કેન્દ્રીય મંત્રી અને અન્ય નેતાઓને સૂચીબદ્ધ કર્યા છે. જેમાં, અનુરાગ સિંહ ઠાકુર, અર્જુન રામ મેઘવાલ, શોભા કરંદલાજે અને અન્નપૂર્ણા દેવી યાદવ સહિત સરોજ પાંડે, વિવેક ઠાકુર અને કેપ્ટન અભિમન્યુને ઉત્તર પ્રદેશ ચૂંટણી માટે સહ-પ્રભારી બનાવાયા છે. ઉત્તરપ્રદેશની તમામ મહત્વની ચૂંટણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
કારણ કે, ભાજપે તેના છ પ્રદેશો માટે સંગઠનાત્મક પ્રભારીઓની નિમણૂક કરી છે. સાંસદ સંજય ભાટિયા, બિહારના ધારાસભ્ય સંજીવ ચૌરસિયા, ભાજપના રાષ્ટ્રીય સચિવ વાય સત્ય કુમાર અને અરવિંદ મેનન, યુપી નેતા સુનીલ ઓઝા અને પક્ષના સહ-ખજાનચી સુધીર ગુપ્તા અનુક્રમે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, બ્રજ, અવધ, ગોરખપુર, કાશી અને કાનપુર પ્રદેશના પ્રમુખ બનશે. પશ્ચિમ બંગાળના સાંસદ લોકેટ ચેટર્જી અને પક્ષના પ્રવક્તા આરપી સિંહ ઉત્તરાખંડની ચૂંટણી માટે સહ-પ્રભારી છે. કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિક અને આસામ સરકારના મંત્રી અશોક સિંઘલ મણિપુર ચૂંટણી માટે સહ-પ્રભારી રહેશે.