ગુજરાતની એન્ટિ ટેરેરિસ્ટ સ્કવોડને મોટી સફળતા મળી છે. લૂંટ સહિત અનેક ગુનાઓમં સંડોવાયેલા હિસ્ટ્રીશિટરને ઝડપી પાડવામાં એટીએસ ગુજરાત સફળ રહી છે. મળેલી બાતમીના આધારે ભરૂચના એક મકાનમાં દરોડો પાડીને અમદાવાદના જુહાપુરામાં રહેતા અઝહર શેખને ઝડપી પાડવામાં આવ્યો છે. આઠ મહિના પહેલા તે અમદાવાદમાં થયેલી દોઢ કરોડની લૂંટમાં સંડોવાયેલો હતો. તેના સ્કૂટરની ડિકીની તપાસ કરતાં તેમાંથી બે દેશી બંદૂક અને બે ચાકુ પણ પોલીસને મળી આવ્યા છે. તેની ઉપર 25 થી વધુ ગુના નોંધાયેલા છે.
