ડોમેસ્ટિક એરલાઇન્સ કંપની ગો ફર્સ્ટ દ્વારા આજથી સુરતથી દિલ્હીની 2 અને સુરતથી કોલકાત્તા તથા બેંગ્લોરની 1-1 ફલાઇટ શરૂ કરવામાં આવી છે. આજે સવારે દિલ્હીની ફ્લાઇટ સુરત એરપોર્ટ પર આવી પહોંચતા વોટર કેનન સેરેમનીથી આ ફ્લાઇટનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતથી ઉપડેલી પ્રથમ ફ્લાઇટને સુરત એરપોર્ટના પ્રથમ મહિલા સ્ટેશન ડાયરેક્ટર અમન સૈનીએ લીલી ઝંડી દર્શાવી હતી. આ પ્રસંગે ગો ફર્સ્ટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કૌશિક ખોનાએ જણાવ્યું હતું કે ગો-એરલાઇન્સ ગ્રુપની કંપની ગો ફર્સ્ટ નવા સ્ટેશનના નેટવર્ક મજબુત કરી રહી છે. ગ્રાહકોને મેટ્રો શહેરો સાથે સુરત જેવા આર્થિક જાહોજલાલીથી ધમધમતા શહેર સાથે જોડી રહી છે. એરલાઇન્સ નવા ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક સેક્ટરમાં પ્રવેશ કરવા ઇચ્છુક છે. આજે ઉદ્દઘાટકન સમારોહમાં ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, એવીએશન કમિટિના ચેરમેન અતુલ ગુપ્તા, ગો ફર્સ્ટના મનોજ કુમાર શર્મા (રિજીયોનલ એરપોર્ટ મેનેજર-સાઉથ /વેસ્ટ ઇન્ડિયા એરપોર્ટ), અનિરભ ઘોષ (રિજીયોનલ જનરલ મેનેજર-વેસ્ટ), મનોજ શર્મા (ગુજરાત સેલ્સ મેનેજર) અને વિનોદ રૈના (સ્ટેશન મેનેજર – સુરત) ઉપસ્થિત રહ્યા હતા.ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે ચેમ્બર દ્વારા વર્ષ ર૦૧પથી ગો ફર્સ્ટ (ગો એર)ને સુરત લાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. લોકડાઉનના બે વર્ષ પહેલા પણ ચેમ્બરના જે તે સમયના પદાધિકારીઓએ મુંબઇ ખાતે ગો ફર્સ્ટના અધિકારીઓ સાથે મિટીંગ કરી હતી અને તેઓને ડોમેસ્ટીક એરલાઇન્સને સુરત લાવવા માટે રજૂઆત કરી હતી. ગો ફર્સ્ટના અધિકારીઓ સાથે ચેમ્બરમાં પણ ઘણી વખત મિટીંગો યોજાઇ હતી. ગો ફર્સ્ટની દિલ્હીથી મોર્નિંગ ફલાઇટ સવારે ૦૭:૪૦ કલાકે ઉપડશે અને સુરત ખાતે સવારે ૦૯:૩૦ કલાકે આવશે. ત્યારબાદ સુરતથી સવારે ૧૦:૦૦ કલાકે ટેકઓફ થઇ દિલ્હી ખાતે સવારે ૧૧:૪પ કલાકે પહોંચશે. કોલકાત્તાની ફલાઇટ સવારે ૧૦:૩૦ કલાકે ઉપડશે અને સુરત ખાતે બપોરે ૦૧:૪૦ કલાકે આવશે અને ત્યારબાદ સુરતથી બપોરે ૦રઃ૧૦ કલાકે ટેકઓફ થઇ સાંજે ૦૪:૪પ કલાકે કોલકાત્તા પહોંચશે. બેંગ્લોરની ફ્લાઇટ બપોરે ૦૩:૩૦ કલાકે ઉપડશે અને સુરત ખાતે સાંજે ૦પઃ૪૦ કલાકે આવશે અને ત્યારબાદ સુરતથી સાંજે ૦૬:૧૦ કલાકે ટેકઓફ થઇ સાંજે ૦૭:પપ કલાકે બેંગ્લોર પહોંચશે. ગો ફર્સ્ટના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર કૌશિક ખોનાએ જણાવ્યું હતું કે ગો ફર્સ્ટની 5 ફ્લાઇટને લીધે સુરત એરપોર્ટને હૈદરાબાદ, સિલિગુડી, પટના, શ્રીનગર, ગૌહાટી, જંમ્મુ, લખનૌ અને રાંચીના વન-વે કનેક્શન મળશે. તે ઉપરાંત સુરતથી ઇન્ટરનેશનલ ક્નેક્ટીવીટીમાં માલદીવ્ઝની સિંગલ પીએનઆર ટિકિટ પણ મળી શકશે. સિંગલ ક્નેક્ટીવીટીમાં રાંચીથી સુરત, દહેરાદુનથી સુરત, અમૃતસરથી સુરત અને ગૌહાટીથી સુરતની સીધી ક્નેક્ટીવીટી એક તરફ આવવા માટે મળી રહેશે. સુરતથી ઉપડતી દિલ્હી, બેંગલોર અને કોલકાત્તાની ફ્લાઇટ થકી જમ્મુ, લખનૌ, શ્રીનગર, સિલિગુડી, હૈદરાબાદ, પટનાની સિંગલ ક્નેક્ટીવીટી પણ મળશે. ગો એરલાઇન્સ ગ્રુપની ડોમેસ્ટિક કંપની ગો ફર્સ્ટ સુરતથી વિમાન સેવાઓ શરૂ કરે તે માટે વી-વર્ક-ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત ગ્રુપ દ્વારા એરલાઇન્સને સુરતથી જે રૂટ સજેસ્ટ કરવામાં આવ્યા હતા. તે પૈકી 3 રૂટ માન્ય રાખવામાં આવ્યા છે. જયારે ગોવા અને જયપુરની ફ્લાઇટ માટે તૈયારીઓ કરવામાં આવી છે. ગ્રુપના સંજય જૈને જણાવ્યું હતું કે પ્રથમ દિવસે સુરતથી કોલકાત્તા 101 પેસેન્જર ગયા હતા. જયારે કોલકાત્તાથી સુરત 130 પેસેન્જર આવ્યા હતા. બેંગલોરથી સુરત 145 અને સુરતથી બેંગલોર 30 પેસેન્જર ગયા હતા. દિલ્હીથી સુરત 115 અને સુરતથી દિલ્હી મોર્નિંગ ફ્લાઇટમાં 137 પેસેન્જર ગયા હતા. વી-વર્ક-ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા કોરોનાકાળમાં બંધ થયા પછી વંદે ભારત મિશનમાં ફેરવાઇને બંધ પડેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઇટ ફરી શરૂ કરાવવા ભરચક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ફ્લાઇટ આજે શારજાહથી 115 પેસેન્જર લઇ સુરત આવી હતી. અને સુરતથી 142 પેસેન્જર લઇ શારજાહ પહોંચી હતી. આગલી ફ્લાઇટ માટે શારજાહથી સુરત 125 અને સુરતથી શારજાહ માટે 145 ટિકિટ બુક થઇ છે.
Related Articles
વડોદરા, વડસરના પ્રિતેશ બ્રહ્મભટ્ટના ગુફામાં બીરાજમાન શ્રીજી
વડોદરાના વડસર રોડ ઉપર ઓરો હાઇટ્સની સામે ડ્રીમ આત્મનમાં રહેતાં પ્રિતેશ બ્રહ્મભટ્ટે ઘરે જ ગણેશોત્સવનું સુંદર આયોજન કર્યું છે. તેમણે ગુફાનો સેટ તૈયાર કર્યો છે અને વિનાયકને તેમાં બિરાજમાન કરાવ્યાં છે. (free entry) (ખાસ નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. સ્પર્ધામાં જોડાવા માટે નામ નંબર સરનામું અને ગણપતિનો […]
બે દિવસનું ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર
આવતીકાલ તા.27મી સપ્ટે.થી ગુજરાત વિધાનસભાનું બે દિવસીય ચોમાસુ સત્ર મળી રહયુ છે. જેના પગલે વિધાનસભા સંકુલના ફરતે સલામતી વ્યવસ્થા સધન બનાવવામાં આવી છે. ખાસ કરીને કોરોનાની બીજી લહેર વખતે ભાજપ સરકારની નિષ્ફળતા , જામનગર, રાજકોટ અને જુનાગઢમાં અતિવૃષ્ટિ તેજમ તૌકતે વાવાઝોડાની પણ બાકી સહાય, મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે વિપક્ષ કોંગ્રેસના સભ્યો દ્વ્રારા નવી ભાજપ સરકારને […]
સુરત ક્રાઇમબ્રાન્ચને મોટી સફળતા,ધાડપાડું ગેંગ ઝડપાઇ
સુરત સહિત આંતરરાજ્યમાં ઘરફોડ ચોરી કરનારી ચડ્ડી – બનિયાનધારી ગેંગના 10 કુખ્યાત આરોપીઓને ઝડપી પાડવામાં સુરત ક્રાઈમ બ્રાંચને સફળતા સાંપડી છે. મુળ મધ્ય પ્રદેશના વતની એવા આ આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી સુરતમાં અલગ – અલગ વિસ્તારોમાં દિવસ દરમ્યાન રેકી કરીને મોડી રાત્રે ઘટનાને અંજામ આપી નાસી છૂટતા હતા. શહેરના મોટા વરાછા ખાતે લેક ગાર્ડન પાસે […]