ભારતમાં એક જ દિવસમાં કોરોનાના વધુ 30,570 કેસ

ભારતમાં એક દિવસમાં કોરોનાના નવા 30,570 કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસનો આંક વધીને 3,33,47,325 થયો છે. જ્યારે, સક્રિય કેસોની સંખ્યા ઘટીને 3,42,923 થઈ ગઈ છે. એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગુરુવારે આંકડા અપડેટ કરતાં જણાવ્યું હતું. મંત્રાલયે સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા આંકડા મુજબ, કોરોનાનાં કારણે વધુ 431 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 4,43,928 પર પહોંચી ગયો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સક્રિય કેસોની સંખ્યા ઘટીને 3,42,923 થઈ ગઈ છે. જે કુલ કેસનો 1.03 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે, કોરોના સામે સાજા થવાનો દર 97.64 ટકા નોંધાયો છે.છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કેસલોડમાં 8,164 કેસોનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, બુધવારે દેશમાં 15,79,761 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે અત્યાર સુધી કરવામાં આવેલા કુલ ટેસ્ટની સંખ્યા વધીને 54,77,01,729 થઈ ગઈ છે.


આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર, દૈનિક સંક્રમણ દર 1.94 ટકા નોંધાયો છે. જે 17 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. જ્યારે, સાપ્તાહિક સંક્રમણ દર 1.93 ટકા નોંધાયો છે. જે 83 દિવસથી ત્રણ ટકાથી ઓછો રહ્યો છે. કોરોનાને માત આપી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા વધીને 3,25,60,474 થઈ ગઈ છે. જ્યારે, મૃત્યુદર 1.33 ટકા નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *