વલસાડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બિરાજમાન શ્રીજીનું પાંચમા દિવસનું ગૌરી વિસર્જન વાજતેગાજતે અશ્રુભીની આંખે વલસાડની ઔરંગા નદી અને વાંકી નદીમાં કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા હાલમાં ગણેશોત્સવની મંજૂરી આપવામાં આવી છે આ વર્ષે ગણેશોત્સવમાં ઘરમાં 2 ફૂટ અને પંડાલમાં 4 ફૂટથી નાની પ્રતિમાની જ મંજૂરી હોય આ તમામ પ્રતિમાઓનું વિસર્જનમાં 15 વ્યક્તિઓની મર્યાદિત સંખ્યામાં ભક્તોની હાજરી સાથે કૃત્રિમ કુંડ અને નદીમાં કરવામાં આવ્યું હતું. જેના માટે નગરપાલિકા દ્વારા ઔરંગા નદીના કિનારે કૃત્રિમ કુંડ તૈયાર કરી દેવાયા છે વલસાડ નગરપાલિકા દ્વારા ઔરંગા નદીના ઓવરા પર કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે. મંગળવારે વલસાડ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગણેશભક્તોએ પોતાના ઘર અને પંડાલમાં સ્થાપન કરેલા ગણેશજીનું આજે પાંચમાં દિવસે વાજતે ગાજતે અશ્રુભીની આંખે વલસાડ શહેરની ઔરંગા નદી અને વાંકી નદીમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના ગાઈડલાઈન અનુસાર વિસર્જનના દિવસે ભક્તોએ ડીજે અને ઢોલ નગારા પોતાના ઘરઆંગણે અને પંડાલમાજ વગાડ્યા હતા ત્યારબાદ 15 વ્યક્તિઓની સંખ્યા સાથે નીકળી ગણપતિ બાપ્પાનું નદી અને કૃત્રિમ તળાવમાં વિસર્જન કર્યા હતા.
Related Articles
વલસાડમાં ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ ઉજવાઇ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી(ZAVERCHAND MEGHANI)ની ૧૨પ મી જન્મ જયંતીની જિલ્લા કક્ષાની ઉજવણી સંસ્કાર કેન્દ્ર, કોલેજ કેમ્પસ, વલસાડ (VALSAD)ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકાબેન શાહની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમખ અલ્કાબેન શાહે ઝવેરચંદ મેઘાણીને નમન કરતાં જણાવ્યું કે કસુંબીનો રંગ સાંભળતાં જ ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિ તાજી થઇ જાય છે. તેમની ૧૨પમી જન્મજયંતીની ઉજવણી […]
વલસાડમાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ
વલસાડ જિલ્લા મોડીસાંજે પડી રહેલા વરસાદના કારણે વલસાડ અને ધરમપુર તાલુકાની નદીઓ બંને કાંઠે વહેતી થઈ ગઈ છે. વલસાડના કૈલાસ રોડ પર ઔરંગા નદીના બ્રિજ ઉપરથી પાણી અડીને જતું હોવાથી વલસાડના મામલતદાર, પાલિકાના સીઓ, પાલિકા પ્રમુખ, એન્જિનર અને રૂરલ પીએસઆઈએ સ્થળ તપાસ કરીને બેરીકેટ લગાવીને પુલ બંધ કરી દીધો હતો. જેને લઈ વાહનચાલકોને વલસાડ ઓવરબ્રિજ […]
વલસાડનું ગોરગામ આરોગ્ય કેન્દ્ર 100 ટકા રસીકરણ સાથે જિલ્લામાં પ્રથમ
વલસાડ તાલુકાના ગોરગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના તમામ ૧૫ ગામોમાં તબક્કાવાર પ્રથમ ડોઝની રસીકરણ કામગીરી પૂર્ણ કરી વલસાડ જિલ્લાનું ૧૦૦ ટકા રસીકરણ પૂર્ણ કરનારું પ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બન્યું છે. આ કામગીરી પૂર્ણ કરવામાં મેડિકલ ઓફિસર ડૉ. દિવ્યેશ પટેલ તથા તેમની ટીમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. પ્રા.આ.કેન્દ્ર ગોરગામના મેડિકલ ઓફિસર, આરોગ્ય સ્ટાફ તથા વહીવટી સ્ટાફને […]