નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના મોહનપુર ખાતેના સત્યમેવ જયતે યુવક મંડળ દ્વારા ગણેશમંડપ પર કેદારનાથ ધામ જેવું જ મંદિર ઉભું કરવામાં આવ્યું છે. આ મંડળના યુવાનોની મહેનત કાબિલે તારીફ છે. (નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં એન્ટ્રી લેવાનું ચાલું છે. જોડાવા માટે ફક્ત ગણપતિનો એક ફોટો, નામ અને સરનામું મોબાઇલ નંબર 93132 26223 પર વોટ્સએપ કરવાનું રહેશે)
Related Articles
સુરતના પાંચ યુવા ક્રિકેટર્સની ગુજરાતની ટીમમાં પસંદગી
સુરતના 5 આશાસ્પદ યુવા ક્રિકેટરોની પસંદગી ગુજરાતની અંડર-19 ક્રિકેટ ટીમમાં થઈ છે.એક સાથે 5 ખેલાડી ગુજરાતની અંડર-19 ટીમમાં પસંદગી પામ્યા હોય તેવો આ પહેલો બનાવ છે. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન ના ક્રિકેટ સેક્રેટરી ડો.નૈમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરતના આર્ય દેસાઈ (ઓપનિંગ બેટ્સમેન), ક્રિસ ગુપ્તા (ઓલરાઉન્ડર), યશ સોલંકી (વિકેટકીપર), સેન પટેલ (પેસ બોલર) અને હર્ષિલ […]
રાજ્યની સરકારી હોસ્પિટલોની નર્સના એલાઉન્સમાં વધારો જાહેર
રાજ્યની તમામ નર્સિંગ કર્મચારીઓના નર્સિંગ એલાઉન્સમાં રૂપિયા ૧૭૦૦નો એટલે કે, ૧૩૦ ટકા જેટલો માતબર વધારો કરી રૂપિયા ૩૦૦૦નું નર્સિંગ એલાઉન્સ આગામી તારીખ ૧ લી જુલાઇ ૨૦૨૧ થી આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા નિર્ણય કરાયો છે. જેનો લાભ ૧૫૦૦૦ થી વધુ નર્સિંગ કર્મચારીઓને થશે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યું હતુ કે રાજ્યના આરોગ્ય વિભાગમાં વધુ માનવબળ જોડાય […]
વલસાડમાં છ ઇંચ વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ
વલસાડમાં ગત મોડીરાતથી શરૂ થયેલા ભારે વરસાદને લઈ સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું. રાત્રિના 12 થી 2 કલાક દરમિયાન 3 ઈંચ અને 2 થી 3 કલાક દરમિયાન 2 ઈંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વલસાડ શહેરની સાથે સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં જનજીવનને ભારે અસર પહોંચી હતી. માત્ર રાત્રિ દરમિયાન […]