વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ મહિને અમેરિકા જાય તેવી શક્યતા છે. તેમનો આ પ્રવાસ 23 અને 24 તારીખનો હોય શકે છે. જો કે, તેમના આ પ્રવાસ અંગે હજી સુધી સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ એનએનઆઇના રિપોર્ટનો હવાલો આપીને વેબસાઇટ અમરઉજાલામાં જણાવવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદી(NARENDRA MODI)નો આ મહિનાના ત્રીજા અઠવાડિયામાં અમેરિકાનો પ્રવાસ શક્ય બની શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNITED NATIONANS)ના ઉચ્ચ સ્તરીય વાર્ષિક સંમેલનમાં ભાગ લઇ શકે તેમ છે. ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું હંગામી સભ્ય છે. અને તેની અધ્યક્ષતતા એક મહિના પહેલા જ સમાપ્ત થઇ ગઇ છે. વડા પ્રધાન અહીં જોડાવા માટે ન્યૂયોર્ક જઇ શકે તેમ છે અને જો બાઇડન(JO BIDEDN) અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછીનો આ તેમનો પહેલો સત્તાવાર પ્રવાસ હશે. આ પહેલા તેઓ 2019માં અમેરિકા ગયા હતા અને તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રેસિડેન્ટ હતાં. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતાં ત્યારે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ ગાઢ હતાં. પરંતુ હવે બાઇડનની સરકાર છે એટલે ભારત અમેરિકા સાથેના તેના સંબંધો વધુ ગાઢ બનાવવા માટે પ્રયત્નશીલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન(AFGHANISTAN)માંથી જો બાઇડને જે રીતે અમેરિકા સેના પાછી ખેંચી લીધી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે, ટ્રમ્પ અને બાઇડનની નીતિ ઉત્તર દક્ષિણ જેવી છે. આવા સમયે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા(AMERICA) જાય અને તેમની મુલાકાત જો બાઇડન સાથે થાય તો બંને દેશો વચ્ચેના સંબંધો અંગે સ્પષ્ટતા થઇ શકે તેમ છે.