અમદાવાદ સ્થિત સોલા હોસ્પિટલ ખાતેથી એક નવજાત બાળકીની ચોરી થતાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અહીં ત્રીજા માળે આવેલા વોર્ડમાંથી બાળક ગાયબ થયું છે. આ ઘટનાની જાણ થતાંની સાથે જ પોલીસ વિભાગ અને હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયુ હતું. પોલીસે હાલમાં હોસ્પિટલમાં લાગેલા ક્લોઝ સર્કિટ કેમેરા ચકાસવાના શરૂ કર્યા છે. જો કે કમનસીબીની વાત એ પણ છે કે, જે વોર્ડમાંથી બાળકની ચોરી થઇ છે તે વોર્ડના જ કેમેરા બંધ હાલતમાં છે. મૂળ ઉત્તર પ્રદેશના અમેઠીના સરસ્વતીબેન રાજેન્દ્રભાઇ પાસીને પ્રસૂતિ પીડા ઉપડતા તેમને 31મી ઓગસ્ટના રોજ સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેણને પીએનબી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતાં. અહીં બુધવારે મધ્યરાત્રિ દરમિયાન તેમની બાળકી ચોરાઇ ગઇ હતી. વોર્ડમાં લોકો નિંદર માણી રહ્યાં હતા તે દરમિાયન અને તે તકનો લાભ લઇને બાળકીને ઉપાડી લેવામાં આવી હોવાનું પ્રાથમિક તબકકે લાગી રહ્યું છે. કોઇ વ્યક્તિ પહેલાથી જ અપહરણ કરવા માટે વોર્ડમાં હાજર હતી કે પછી કોઇ નજીકની વ્યક્તિની સંડોવણી છે તે તમામ પાસા હાલમાં પોલીસ ચકાસી રહી છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે, એક બાળકી ગાયબ થઇ જાય અને તે પણ મધરાતે તે સમયે સિક્યુરિટી ગાર્ડ શુ કરી રહ્યાં હતા આ ઉપરાંત વોર્ડમાં જેમની નાઇટ ડ્યુટી હતી તેમના પર પણ પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે.
Related Articles
સુરતનો કોઝવે સતત નવમાં દિવસે પણ ઓવરફ્લો
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હવે વરસાદ ધીમે ધીમે વિદાય તરફ છે. આજે જિલ્લાના મહુવામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ સિવાય શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટાં નોંધાયાં હતાં. તો બીજી તરફ ઉપરવાસમાં પણ સામાન્ય વરસાદને પગલે ઉકાઈ ડેમમાં ૩૬ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. જ્યારે ડેમની સપાટી ૩૪૧.૫૮ ફુટ નોંધાઈ છે. હવામાન વિભાગના […]
ગુજરાતમાં 3 કરોડ લોકોનું રસીકરણ
ગુજરાતમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3 કરોડને પાર કરી ગઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા ૧૮ થી વધુ ઉંમરના કુલ 4 કરોડ 93 લાખ ,20,હજાર 903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા છે. રાત્રે આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયું હતું કે રાજ્યમાં રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 2,31,30,913 અને બંને ડોઝ લેનારાની […]
good news : સુરતમાં ગણેશ વિસર્જન માટે 18 કૃત્રિમ તળાવ બનશે
છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારીને કારણે ગત વર્ષે કોઈ પણ તહેવારોને જાહેરમાં ઉજવણી કરવા માટેની પરવાનગી આપવામાં આવી ન હતી. પરંતુ હવે કોરોનાની બીજી લહેર પુર્ણ થયા બાદ કોરોનાના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેથી હવે રાજ્ય સરકાર દ્વારા પણ તહેવારોની ઉજવણીમાં છુટછાટ આપવામાં આવી રહી છે. આ વર્ષે જન્માષ્ટમી તેમજ ગણપતિ ઉત્સવની ઉજવણી […]