બિગબોસ(BIGG BOSS) સિઝન 13ના વિજેતા સિદ્ધાર્થ શુકલા(SHIDDHARTH SUKLA)નું હાર્ટ એકેટના કારણે મોત થઇ ગયું છે. તેમની ઉંમર માત્ર 40 વર્ષ જ હતી. હ્દયરોગનો હુમલો થયા પછી તેમને તાત્કાલિક મુંબઇની કુપર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તબીબોએ તેમને ત્યાં મૃત જાહેર કર્યા હતાં. રિપોર્ટ પ્રમાણે તેમના શરીર પર કોઇ બાહ્ય ઇજાના નિશાન મળ્યાં ન હતાં. બુધવારે રાત્રે ઉંઘતા પહેલા તેમણે કેટલીક દવાઓ લીધી હતી પરંતુ ત્યાર પછી પણ તેમની તબિયતમાં કોઇ સુધારો આવ્યો ન હતો અને તેમની તબિયત સતત બગડતી ગઇ હતી. બિગબોસ 13માં તેમની સહયોગી રહેલા એક્ટર બિંદુ દારા(BINDU DARA)એ કહ્યું હતું કે, આ સમાચાર પર તેમને વિશ્વાસ થતો નથી. તે ખૂબ જ ફીટ અને સ્વસ્થ હતાં. તેઓ ખૂબ જ સરળ વ્યક્તિ હતાં. જે વ્યક્તિ આટલી સ્વસ્થ હોય તે જ જો સુરક્ષિત નહીં હોય તો વે કઇ કહી શકાય તેમ નથી. તેમની વિદાય અમારા બધા માટે ખૂબ જ મોટું નુકસાન છે. અબુ મલેકે આ અંગે કહ્યું હતું કે, બે દિવસ પહેલાં જ તેમણે તેમની સાતે વાત કરી હતી. તેઓ તેમના માટે વીડિયો શુટ કરવાના હતાં. તેમણે જ અને કહ્યું હતું કે, તેઓ એમ કરવા માગે છે પરંતુ મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે, તેઓ હવે અમારી વચ્ચે નથી.
દેવોલેના ભટ્ટાચાર્જી(DEBOLINA)એ કહ્યું કે એ સાચી વાત છે કે, સિદ્ધાર્થ અમને છોડીને ચાલ્યાં ગયા છે. અને હવે હું પહેલા જેવી રહી શકું તેમ નથી આ એક ચોંકાવનારા સમાચાર છે અને તેમના માટે મારી પાસે કોઇ શબ્દ નથી. શેફાલી જરીવાલાએ કહ્યું હતું કે, થોડા દિવસ પહેલા અમે મળ્યાં ત્યારે તેઓ બિલકુલ સ્વસ્થ હતાં. તેઓ ખૂબ જ ખુશ નજરે આવી રહ્યાં હતાં અને અમે કલાકો સુધી વાતચીત કરી હતી. તેઓ તેમના કામને લઇને ખૂબ જ ખુશ હતાં. તેનાથી વધારે મારાથી બોલી શકાતું નથી. તેમના નિધનના સમાચાર સાંભળીને હું ખુબ જ દુખી છે અને એ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે સિદ્ધાર્થ અમને છોડીને ચાલ્યા ગયા છે. તેમનો જન્મ 1980માં મુંબઇમાં થયો હતો અને મોડેલ તરીકે તેમણે તેમના કેરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ બાલિકા બધુ અને દિલસે દિલ તકથી તેઓ જાણીતા બન્યાં હતાં.