ગત 28 ઓગસ્ટ-2003ના રોજ નાની દમણ(DAMAN)અને મોટી દમણને જોડતા પુલ પર મોટી દમણની અવર લેડી ઓફ ફાતિમા સ્કૂલનાં બાળકો બપોરે સ્કૂલમાંથી છૂટી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક પૂલ દમણગંગા નદીમાં તૂટી પડતા સ્કૂલનાં 28 વિદ્યાર્થીઓ સહિત એક શિક્ષક અને એક રાહદારી મળી કુલ 30 લોકો પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા હતા. ત્યારથી આજદિન સુધી 28 ઓગસ્ટ દમણ માટે કાળો દિવસ સાબિત થઈ રહ્યો છે. મૃતકોના આત્માને શાંતિ મળે એવા આશય સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ અવર લેડી ઓફ ફાતિમાં સ્કૂલ બહાર મૃતક બાળકોના સ્મારક ઉપર શ્રદ્ધાંજલિ અર્પિત કરી તેમના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી હતી. ખાસ આજના આ દિવસે સ્કૂલ પ્રશાસન દ્વારા કેન્ડલ પ્રગટાવી વિદ્યાર્થીઓને શ્રધ્ધાંજલિ અર્પી હતી. પ્રદેશનાં સાંસદ લાલુભાઈ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલ, જિ. પ્રમુખ અસ્પી દમણીયા, યુથ એક્શન ફોર્સનાં પ્રમુખ ઉમેશ પટેલ સહિત અન્ય લોકોએ બાળકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ કામનાં જવાબદારોને હવે આકરામાં આકરી સજા ફટકારવામાં આવે અને બાળકોને આટલા વર્ષો વિતી ગયા બાદ હવે ન્યાય મળે એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
Related Articles
વાપીની યુવતીનું અપહરણ કરી ખંડણી માંગનારી ગેંગ ઝડપાઇ
રૂપિયા 30 લાખની ખંડણી માટે વાપી ટાઉન વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણ કરાયું હતું. યુવતીના પિતાને ફોન દ્વારા ખંડણી માગી ઉદવાડા ખાતે આપી જવા જણાવાયું હતું. ટાઉન પોલીસને આ મામલે જાણ કરાતા ટાઉન પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ આરંભ્યો હતો. જેમાં પોલીસે હાઈવે પર બાઈકનો ફિલ્મીઢબે પીછો કરી એક પણ રૂપિયો આપ્યા વગર યુવતીને અપહરણકર્તાઓની […]
ઉમરગામમાં કોસ્ટલ હાઇવે પર પાણી ભરાયાં
વરસાદી વાતાવરણ વચ્ચે સમગ્ર ઉમરગામ પંથકમાં છેલ્લા ૮ કલાકમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. સોમવારે સવારથી જ સમગ્ર ઉમરગામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં ૫૪ મીમી (બે ઇંચ)થી વધુ વરસાદ નોંધાયો હતો. ફલડ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર મોસમનો કુલ વરસાદ ૨૧૦૭ મીમી એટલે કે ૮૫ ઈંચ જેટલો […]
દમણની માછી મહાજન શાળાનાં વિદ્યાર્થીઓની ક્રોસ કન્ટ્રી રેસ યોજાઈ
સંઘપ્રદેશ દમણનાં નાની દમણ સ્થિત શ્રી માછી મહાજન એજ્યુકેશન સોસાયટી સંચાલિત માછી મહાજન અંગ્રેજી માધ્યમની શાળાનાં વિદ્યાર્થીઓ માટે ક્રોસ કન્ટ્રી રેસનું આયોજન કરાયું હતું. અલગ અલગ ગૃપ સાથે આયોજીત દોડ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ માટે 5 કિમી અને વિદ્યાર્થીનીઓ માટે 3 કિમીની દોડનું આયોજન કરાયું હતું. દોડની શરૂઆત સ્કૂલનાં ચેરમેન ધર્મેશ મલબારી, સેક્રેટરી મનોજ બગાને લીલી ઝંડી […]