ભારતમાં 4 ઓગસ્ટ સુધી કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કુલ 83 કેસ નોંધાયા છે. જેમાંથી મહારાષ્ટ્રમાં 33 કેસ નોંધાયા છે. ત્યારબાદ મધ્યપ્રદેશ 11 અને તમિલનાડુ 10 કેસ નોંધાયા છે. એમ લોકસભામાં શુક્રવારેમાહિતી આપવામાં આવી હતી. ખાનગી પ્રયોગશાળાઓને કોરોના વાયરસના જીનોમ સિક્વન્સિંગની પરવાનગી છે કે કેમ તે અંગેના સવાલના જવાબમાં આરોગ્ય રાજ્યમંત્રી ભારતી પ્રવિણ પવારે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, ભારતીય આઇએનએસએસીઓજી (સાર્સ-કોવ-2 જેનોમિક કન્સોર્ટિયમ)માં ખાનગી લેબ્સનો સમાવેશ કરવો જે કેમ તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. કેટલીક લેબ્સેઆઇએનએસએસીઓજીનો હિસ્સોબનવાની તૈયારી દર્શાવી છે. તેમનો સમાવેશ તેમના સંસાધનો અને માળખાકીય સુવિધાઓના સંદર્ભમાં ક્ષમતાના મૂલ્યાંકનના આધારે નક્કી કરવામાં આવશે. જીનોમિક ડેટાનું વિશ્લેષણ સતત ચાલી રહ્યું છે. આ અંગેનાડેટા સમયાંતરે નિષ્ણાતો અને રાજ્યો સાથે શેર કરવામાં આવે છે અને નિયમિતપણે જાહેર ક્ષેત્રમાં આઇએનએસએસીઓજીના મીડિયા બુલેટિન દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મંત્રીએ જણાવ્યું કે, રાજ્યોને નિયમિતપણેજીનોમ સિક્વન્સીંગ માટે સેમ્પલ્સ મોકલવા અને પોઝિટિવ વ્યક્તિઓના ક્લિનિકલ ડેટા પૂરા પાડવા સલાહ આપવામાં આવે છે. જેથી વિવિધ સ્થળોએ કેસોમાં ઉછાળા વચ્ચેની કડીઓ ઓળખવા માટે વધુ જાણકારી મળે.
ડેલ્ટા વેરિએન્ટના ફેલાવાને તપાસવા માટે લેવામાં આવી રહેલા પગલાઓ અંગે વિસ્તૃત માહિતી આપતા પવારે જણાવ્યું હતું કે, સાર્સ-કોવ-2 વાયરસના વેરિઅન્ટનું નિરીક્ષણ કરવા માટે શરૂઆતમાં જીનોમિક સિક્વન્સીંગનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઑફ વાયરોલોજી, પુણે દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ, કેન્દ્રએ ડિસેમ્બર 2020માં આરોગ્ય મંત્રાલય, બાયોટેકનોલોજી વિભાગ, ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઇસીએમઆર) અનેવૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઇઆર)ના 10 પ્રયોગશાળાઓના સંગઠન તરીકે ભારતીય સાર્સ-કોવ-2 જેનોમિક કન્સોર્ટિયમ (આઇએનએસએસીઓજી)ની સ્થાપના કરી હતી. પવારે જણાવ્યું હતું કે,આઇએનએસએસીઓજી પ્રયોગશાળાઓનું નેટવર્ક વધારીને 28 કરવામાં આવ્યું છે.