12મી જુલાઇના રોજ અષાઢી બીજે નીકળનારી ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે રવિવારે અમદાવાદમાં જમાલપુરમાં જગન્નાથ મંદિરમાં સંધ્યા આરતી કરીને રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા કરશે. રૂપાણી સાંજે ૬.૩૦ કલાકે જગન્નાથ મંદિર જશે અને ભગવાન જગન્નાથજીની સંધ્યા આરતીમાં સહભાગી થશે. આ વર્ષે ૧૪૪મી જગન્નાથ રથયાત્રા કોવિડ સંક્રમણ નિયંત્રણના નિયમોના અનુપાલન સાથે યોજાવાની છે ત્યારે મુખ્યમંત્રી રૂપાણી આ રથયાત્રાની પૂર્વ તૈયારીઓ અંગે મંદિરના ટ્રસ્ટીઓ તથા પોલીસ તંત્ર અને અમદાવાદ મહાનગરપાલિકા અને વહિવટી તંત્રના અધિકારીઓ તથા પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.
Related Articles
રાજ્યમાં વધુ 180નાં મોત
રાજ્યમાં કોરોના કેસની સંખ્યા 14,327 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં કુલ 180 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 25નાં મોત સાથે રાજ્યમાં કુલ 180નાં મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 7010 થયા છે.સુરત શહેરમાં 18, વડોદરા શહેરમાં 11, રાજકોટ શહેરમાં 13, જામનગર શહેરમાં […]
સેનેટ પદ રદ થતાં પ્રાધ્યાપકોનો નર્મદ યુનિવર્સિટી ખાતે દેખાવ
સુરતની વીર નર્મદ યુનિવર્સિટીથી છેડો ફાડી અલગ ખાનગી યુનિવર્સિટીમાં તબદીલ થયેલી સાર્વજનિક પ્રાઇવેટ યુનિવર્સિટી, ઉકા તરસાડિયા યુનિવર્સિટી તેમજ વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના પ્રિન્સિપલ સહિત ટીચર્સને યુનિવર્સિટીએ સેનેટ સહિત અલગ અલગ હોદ્દા ઉપરથી દૂર કરી ફારેગ કરી દેતા આજે અખિલ ભારતીય શૈક્ષિક સંઘ મેદાનમાં આવ્યું હતું. અખિલ ભારતીય શૈક્ષિક સંઘે યુનિવર્સિટીના આ પગલાનો વિરોધ વ્યકત કરી […]
નિલય જરીવાળાનું શ્રીનાથજીના ડેકોરેશન સાથે શ્રીજીનું સ્થાપન
સુરતના સોનીફળિયા નગરશેઠની પોળ ખાતે રહેતાં નિલય જરીવાળાએ બેકગ્રાઉન્ડમાં રાજસ્થાનના પ્રખ્યાત શ્રીનાથજી મંદિરનું ડેકોરેશન ઉભું કર્યું છે. તેમના શ્રીજીને વધારેમાં વધારે લાઇક કરીને તેમનો ઉત્સાહમાં વધારો કરો.નોંધ : અગ્નિપથ ન્યૂઝ આયોજીત ઓનલાઇન ગણપતિ ડેકોરેશન સ્પર્ધામાં જોડાવવા માટે મંડળ-વ્યક્તિનું નામ સરનામું અને ગણપતિનો ફોટો અને થીમ 9313226223 પર વોટ્સએપ કરો