કેન્દ્રિય ગૃહ પ્રધાન અમીત શાહ આવતીકાલ તા.10મી જુલાઈથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ ત્રણ દિવસ દરમ્યાન તેમના દ્વારા વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત – લોકાર્પણ અને અષાઢી બીજે અમદાવાદમાં જમાલપુરમાં આવેલા જગદીશ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં સહ પરિવાર ભાગ લેશે .તા. 11મી જુલાઈના રોજ સવારે સાબરમતી નવા વાડજ પમ્પીંગ સ્ટેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. તે ઉપરાતં વેજલપુરમાં સિવિક સેન્ટર, કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરશે. ધુમા ખાતે નર્મદા યોજનાનું પાણી પહોચાડવાની યોજનાનું ખાતમુહૂર્ત કરશે. તા.12 જુલાઈના રોજ જગન્નાથજી મંદિરે મંગળા આરતીમાં ભાગ લેશે, તે પછી ગાંધીનગરમા ફોરેન્સીક સાયન્સ યુનિ.ના પદવીદાન સમારંભમાં પણ હાજરી આપશે .ગાંધીનગર સીવીલ હોસ્પિટલ ખાતે ઓકસીજન પ્લાન્ટનું પણ લોકાર્પણ કરશે. અમીત શાહની ગાંધીનગરની મુલાકાત દરમ્યાન રાજકિય બેઠકો પણ યોજાય તેવી સંભાવના છે.
Related Articles
ગુજરાતમાં કોરોનાકાળ પણ 1.62 કરોડ એફડીઆઇ : વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાહન ફ્લિટ આધુનિકીકરણ પૉલિસીના નવતર આયામને આવકારતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ માટે જે મજબૂત પાયો નાંખ્યો છે અને એમના બતાવેલા માર્ગ પર ગુજરાતના વિકાસને આગળ લઇ જવા માટે અમારી સરકાર પ્રતિબધ્ધ છે અને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઈ જવામાં આ પ્રયાસ ચોકકસ નવી દિશા આપશે. તેમણે જણાવ્યું હતું કે […]
રાજ્યના 80,000 સ્કૂલ વર્ધી વાહનચાલકો એક વર્ષથી બેકાર
ગુજરાતમાં છેલ્લા એક વર્ષથી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ હોવાથી સ્કૂલ વર્ધી વાહનચાલકો બેકાર બન્યાં છે. આ બેકારીમાં ડ્રાઇવરો અને વાહન સંચાલકો સામેલ છે. બેન્ક હપ્તા નહીં ભરી શકતા હોવાથી ત્રણ હજારથી વધુ વાહન માલિકો અને ડ્રાઇવરોએ તેમના વાહનો વેચી દીધા છે અથવા તો બેન્કે જપ્ત કરી લીધા છે.અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિયેશનના હોદ્દેદારોએ રાજ્યના મુખ્યમંત્રી […]
સુરતના ઓલપાડમાંથી નકલી રેમડેસિવિરની ફેક્ટરી ઝડપાઇ
એક તરફ રાજયમાં કોરોના મહામારીના કેસો વધી રહ્યાં છે ત્યારે માનવ જીંદગી જોખમમાં મૂકાય તે રીત નકલી રેમડેસિવિર વેચવા માટે રાજયભરમાં ધૂતારાની ગેંગ સક્રિય બની છે. આજે ગુજરાત પોલીસે મોરબી, અમદાવાદ અને સુરતમાં દરોડો પાડીને લાખોની કિંમતના નકલી રેમડેસિવિર અને તેને બનાવવાનું મટિરિટલ્સ જપ્ત કર્યું છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે , […]