સુરત સહિત ચાર મહાનગરોના પોલીસ કમિશનર બદલાવાની સંભાવના

સુરત સહિત રાજ્યના ત્રણ મહાનગરોના પોલીસ કમિશનરોની આંતરિક બદલી સાથે રાજ્યમાં 17 જિલ્લાના પોલીસ વડાઓની બદલીઓ પણ કરાશે, તે પછી ત્વરીત ડીવાયએસપીઓની પણ આંતરિક બદલીઓ પણ થશે. સુરતમાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવી રહેલા ડીવાયએસપીઓની પણ બદલીઓ થશે. બીજી તરફ સુરતમાં ક્રાઈમને કંન્ટ્રોલ કરી શકે તેવા નવા ડીવાયએસપીઓને સુરતમાં મૂકવામાં આવશે. જેમણે પહેલા સુરતમાં પોઈ કે પોસઈ તરીકે ફરજ બજાવી છે તેવા ડીવાયએસપીઓને પણ સુરતમાં લાવવા માટે સરકારમાં વિચારણા ચાલી રહી છે. આ સમગ્ર બાબત પર કેન્દ્રની સીધી નજર પણ રહેલી છે.

સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમર સરકારની નજીકમાં મનાય છે એટલે તેમને અમદાવાદ પોલીસ કમિશનર તરીકે લાવવામાં આવે તેવી સંભાવના છે. જ્યારે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સુરતના પોલીસ કમિશનર તરીકે બદલી થઈ શકે છે. જ્યારે અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને એસીબીના ડાયરેકટર તરીકે મૂકવામાં આવે તેવી સંભાવના છે. 2017ની બેચના 6 પ્રોબેશનરી આઈપીએસ અધિકારીઓને જિલ્લા પોલીસ વડા તરીકે મૂકવામાં આવનાર છે. ગાંધીનગર, ગોધરા, દાહોદ, અમરેલી સહિત 17 જિલ્લાના પોલીસ વડાઓને પણ બદલવામાં આવનાર છે. સુરત અને વડોદરાના ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીને બદલવામા આવનાર છે. અમદાવાદમાં ટ્રાફિકના ડીસીપી પણ બદલાશે. રાજકોટમાં નવા પોલીસ કમિશનર તરીકે પાંચ સિનિયર આઈપીએસ અધિકારીઓના નામોની ગૃહ વિભાગ દ્વારા ચર્ચા ચાલી રહી છે. જો કે, આ તમામ સંભાવના છે આ અંગે કોઇ સત્તાવાર સમર્થન પ્રાપ્ત થતું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *